Home> Business
Advertisement
Prev
Next

શું તમે નવો ફ્લેટ, જમીન કે ઘર ખરીદ્યું છે? તો તરત ભૂલ્યા વગર કરજો આ કામ, નહીં તો જપ્ત થશે સંપત્તિ

શું તમે નવો ફ્લેટ, જમીન કે ઘર ખરીદ્યું છે? તો તરત ભૂલ્યા વગર કરજો આ કામ, નહીં તો જપ્ત થશે સંપત્તિ
Updated: Mar 05, 2024, 01:45 PM IST

જો તમે કોઈ જમીન, ફ્લેટ, મકાન કે બિલ્ડિંગ ખરીદ્યું હોય તો તમારે એક ટેક્સ ભરવાનો હોય છે જેનું નામ છે પ્રોપર્ટી ટેક્સ. કોઈ પણ પ્રકારની અચલ સંપત્તિ પર પ્રોપર્ટી ટેક્સ ભરવો જરૂરી હોય છે. જે સંબંધિત સરકારી કાર્યાલયમાં જમા કરવો પડે છે. અચલ સંપત્તિના માલિકે છ મહિના કે પછી વાર્ષિક આધાર પર પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય છે. જો તમે આ ટેક્સ ન ભર્યો તો દંડ સાથે અનેક પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. 

પ્રોપર્ટી ટેક્સમાં શું છે સામેલ?

પ્રોપર્ટી ટેક્સ બરાબર એ રીતે ભરવામાં આવે છે જે  પ્રકારે રેગ્યુલર ઈન્કમવાળી વ્યક્તિ ટેક્સ ભરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1888 (MMC Act) મુજબ, સ્થાનિક પ્રશાસન તરફથી પ્રોપર્ટી ટેક્સમાં સીવરેજ ટેક્સ, જનરલ ટેક્સ, એજ્યુકેશન સેસ, સ્ટ્રીટ ટેક્સ, અને બેટરમેન્ટ ચાર્જિસ હોય છે. પ્રોપર્ટી ચાર્જ અનેક શહેરોમાં વર્ષમાં બેવાર છ-છ મહિને ભરવામાં આવતા હોય છે. 

જો ટેક્સ ન ભરો તો શું થાય
પ્રોપર્ટી ટેક્સ મકાન કે જમીન માલિકને મોકલવામાં આવે છે. જો તે તેને ભરવામાં નિષ્ફળ જાય તો ત્યારબાદ પેનલ્ટી કે વ્યાજ કે પછી બંને વસૂલવામાં આવે છે. ત્યારબાદ કમિશનર તરફથી વોરંટ જાહેર કરાય છે અને 21 દિવસનો સમય આપવામાં આવે છે. જો આ 21 દિવસની અંદર પણ તમે ટેક્સ ન ભરો તો સંપત્તિ જપ્ત થઈ જાય છે. આ સાથે જ તે વ્યક્તિ ડિફોલ્ટ જાહેર કરવામાં આવશે અને તે પોતાની સંપત્તિ વેચી શકશે નહીં. 

આ પણ થઈ શકે સમસ્યા
પ્રોપર્ટી ટેક્સ જમા ન કરનારા ડિફોલ્ટર વ્યક્તિનું ફક્ત મકાન જ સીઝ થાય છે એવું નથી, બીજુ પણ અનેક તેની સાથે થઈ શકે છે. પ્રોપર્ટી વેચીને ટેક્સની રકમની રિકવરી થઈ શકે છે. આ સાથે જ તે વ્યક્તિ વિરુદ્ધ કેસ પણ દાખલ થઈ શકે છે. કેટલાક કેસમાં તો જેલમાં પણ મોકલવાની જોગવાઈ છે. 

રેન્ટ પર મકાન હોય તો કોણ ભરે ટેક્સ
નિયમ મુજબ જો કોઈ મકાન માલિક પોતાના ઘરમાં ભાડૂઆત રાખે તો મકાનમાલિકે વાર્ષિક કે પછી છમાસિક પ્રોપર્ટી ટેક્સ ભવાનો રહેશે. જો મકાનમાલિક ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ જાય તો તે મકાનમાં ભાડે રહેતા વ્યક્તિએ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો રહેશે. ભાડૂઆત પણ પ્રોપર્ટી ટેક્સ ભરવાની ના પાડે તો સ્થાનિક પ્રશાસન પાસે તેને વસૂલવાના અધિકાર હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે