Home> Business
Advertisement
Prev
Next

શેરબજારમાં તેજી સાથે શરૂઆત બાદ પ્રોફિટ બુકિંગ, બેંક-ઓટોમાં ખરીદી; IT-ફાર્મા સુસ્ત

ભારતીય શેર બજાર આજે નવા શિખર પર પહોંચી ગયું, સેન્સેક્સ આજે 200 પોઇન્ટની તેજી સાથે 42780 ઉપર ખુલ્યું, નિફ્ટીની પણ 70 પોઇન્ટની તેજી સાથે શરૂઆત થઈ છે, નિફ્ટી 12500 ઉપર ખુલ્યો છે. બેંક નિફ્ટી 550 પોઈન્ટથી વધારે મજબૂતી સાથે 28000 ઉપર ખુલ્યો છે. જો કે, ખુલવાની થોડી મિનિટો બાદ બજારમાં થોડો નફો થયો હતો.

શેરબજારમાં તેજી સાથે શરૂઆત બાદ પ્રોફિટ બુકિંગ, બેંક-ઓટોમાં ખરીદી; IT-ફાર્મા સુસ્ત

નવી દિલ્હી: ભારતીય શેર બજાર આજે નવા શિખર પર પહોંચી ગયું, સેન્સેક્સ આજે 200 પોઇન્ટની તેજી સાથે 42780 ઉપર ખુલ્યું, નિફ્ટીની પણ 70 પોઇન્ટની તેજી સાથે શરૂઆત થઈ છે, નિફ્ટી 12500 ઉપર ખુલ્યો છે. બેંક નિફ્ટી 550 પોઈન્ટથી વધારે મજબૂતી સાથે 28000 ઉપર ખુલ્યો છે. જો કે, ખુલવાની થોડી મિનિટો બાદ બજારમાં થોડો નફો થયો હતો.

આ ઉપરાંત સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો IT ઇન્ડેક્સમાં ખુબજ પ્રોફિટ જોવા મળ્યો. તેમજ FMCG અને મેટલમાં પણ થોડી નબળાઈ જોવા મળી છે. ઓટો અને રિયલ્ટીમાં ખરીદીનો માહોલ છે. નિફ્ટી ઉપરના સ્તોરથી 60 પોઇન્ટ ગગડ્યો છે. હાલ નિફ્ટીના 50 શેરમાંથી 32માં તેજી છે બાકી 18માં નબળાઈ છે. સેન્સેક્સના 30 શેરમાંથી 20માં તેજી બાકી 10માં નબળાઈ છે.

આ પણ વાંચો:- Gold & Silver Price Today: આજે ફરી વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

નિફ્ટીના આ શેરમાં તેજી
HDFC, L&T, ICICI બેંક, ટાટા મોટર્સ, ONGC, GAIL, HDFC બેંક, SBI, ઇન્ડસઇન્ડ બેંક, અલ્ટ્રાટેક સીમેન્ટ

નિફ્ટીના આ શેરમાં નબળાઇ
ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, HCL ટેક, વિપ્રો, TCS, સિપ્લા, ડિવીઝ લેબ, મારુતી, નેસ્લે, ડો.રેડ્ડીઝ, ભારતીય એરટેલ

આ પણ વાંચો:- Joe Biden ની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે, ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી આશા

બેંકના શેરમાં ખરીદી
ICICI બેંક, HDFC બેંક, SBI, RBL બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક

IT શેરને માર
ટેક મહિન્દ્રા, કોફોર્ઝ, માઇન્ડટ્રી, ઇન્ફોસિસ, HCL ટેક, નોકરી ડોટ કોમ, TCS, વિપ્રો, L&T ઇન્ફોટેક, એમ્ફેસિસ

આ પણ વાંચો:- દિવાળી એટલે કાર પર બમ્પર ઓફરની સીઝન...જાણો કયા મોડલ પર કેટલી મળે છે છૂટ!

ફાર્મા શેરમાં સુસ્તી
સિપ્લા, અરબિંદો ફાર્મા, બાયોકોન, કેડિલા હેલ્થ, ડિવિઝ લેબ, એલ્કેમ, લ્યૂપિન

ઓટો શેરમાં ખરીદી
ભારત ફોર્ઝ, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, બોશ, અમારા રાજા બેટરી, એક્સાઇડ, આયશર મોટર્સ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More