Home> Business
Advertisement
Prev
Next

ICICI, HDFC જેવી ખાનગી બેન્કોએ પણ આપી લોન ઈએમઆઈ ટાળવાની સુવિધા, જારી કરી ગાઇડલાઇન


રોનાને કારણે લોનના હપ્તાને ત્રણ મહિના સુધી ટાળવાની રિઝર્વ બેન્કની જાહેરાત બાદ લોકો આ વાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા કે તેની બેન્ક આ વિશે ક્યારે સંદેશ આપે છે. 
 

ICICI, HDFC જેવી ખાનગી બેન્કોએ પણ આપી લોન ઈએમઆઈ ટાળવાની સુવિધા, જારી કરી ગાઇડલાઇન

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના પ્રકોપને જોતા સરકારી બેન્ક બાદ હવે ખાનગી બેન્કોએ પણ પોતાના ટર્મ લોન ગ્રાહકોને ઈએમઆઈ ત્રણ મહિના સુધી ટાળવાની સુવિધા આપી છે. આજે એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક જેવી ઘણી ખાનગી બેન્કોએ પોતાની વેબસાઇટ પર તેની જાહેરાત કરી છે અને તેના માટે ગાઇડલાઇન પણ જારી કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે લોનના હપ્તાને ત્રણ મહિના સુધી ટાળવાની રિઝર્વ બેન્કની જાહેરાત બાદ લોકો આ વાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા કે તેની બેન્ક આ વિશે ક્યારે સંદેશ આપે છે. મંગળવારે ઘણી સરકારી બેન્ક અને કેટલિક નાણાકીય સંસ્થાઓના સંદેશ ગ્રાહકોને મળી ગયા હતા. ખાનગી બેન્કોએ બુધવારે તેની જાહેરાત કરી હતી. 

UN મહાસચિવે બીજા વિશ્વયુદ્ધ સાથે કરી કોરોના વાયરસની તુલના, કહ્યું- વિશ્વ આર્થિક મંદી તરફ 

બુધવારે એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક જેવી મુખ્ય ખાનગી બેન્કોએ પોતાના ગ્રાહકોને આ સુવિધા આપવાની જાહેરાત કરી છે. ગ્રાહકોને આ વિશે મેસેજ મળવાનું શરૂ થઈ ગયું છે. 

આ તમામ બેન્કોએ સવાલ-જવાબના રૂપમાં ગ્રાહકો માટે પૂરી ગાઇડલાઇન જારી કરી દીધી છે કે તેનો લાભ કઈ રીતે ઉઠાવી શકે છે. વધુ એક મુખ્ય બેન્ક એક્સિસ બેન્કે પણ જલદી આ સુવિધા આપવાની જાહેરાત કરી છે. બેન્કે કહ્યું કે, તે તેના પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં ગાઇડલાઇન જારી કરશે. 

કોરોના વાયરસની મહામારી દેશમાં ફેલાતી જાય છે અને લૉકડાઉનને કારણે લોકોના કામ-ધંધા સંપૂર્ણ પણે બંધ છે. તેવામાં બેન્કે લોન લેનારને રાહત આપવાની જરૂર હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More