Home> Business
Advertisement
Prev
Next

Post Office ની આ સ્કીમ ગેરંટીથી તમારા પૈસા કરશે ડબલ, 1000 રૂપિયાથી કરી શકો છો રોકાણ

જો તમે પણ સુરક્ષિત અને ગેરેન્ટેડ રોકાણ શોધી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે કામ આવી શકે છે. આ સ્કીમ તમારા પૈસા ડબલ કરે છે સાથે પૈસા સુરક્ષિત રહે છે. 

Post Office ની આ સ્કીમ ગેરંટીથી તમારા પૈસા કરશે ડબલ, 1000 રૂપિયાથી કરી શકો છો રોકાણ

નવી દિલ્હીઃ કોઈપણ વ્યક્તિ કોઈ સ્કીમમાં પ્રોફિટ જોઈને રોકાણ શરૂ કરે છે. કેટલાક લોકો પ્રોફિટ માટે જોખમ પણ ઉઠાવવા તૈયાર રહે છે. તો કેટલાક લોકો એવી જગ્યાએ રોકાણ કરવાનું પસંદ કરે છે જ્યાં તેનું રોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે અને ગેરેન્ટેડ રિટર્ન મળે. જો તમે પણ સુરક્ષિત અને ગેરેન્ટેડ રોકાણ કરવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની એક સ્કીમ તમારા માટે છે. અમે વાત કરી રહ્યાં છીએ પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર (Post Office Kisan Vikas Patra)ની, આ એક એવી સ્કીમ છે જે તમારૂ રોકાણ ડબલ કરે છે. જાણો આ સ્કીમના ફાયદા....

115 મહિનામાં ડબલ કરી દેશે તમારા પૈસા
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમ કોઈપણ ઈન્વેસ્ટરના પૈસા 115 મહિનામાં ડબલ કરવાની ગેરંટી આપે છે. વર્તમાન સમયમાં આ સ્કીમમાં 7.5 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. સારી વાત છે કે આ સ્કીમમાં વ્યક્તિ 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકે છે અને મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ સિવાય યોજનામાં ગમે એટલા એકાઉન્ટ ખોલી શકાય છે.

કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ
કિસાન વિકાસ પત્રનું નામ સાંભળીને એવું લાગે છે કે આ સ્કીમ માત્ર કિસાનો માટે બનાવવામાં આવી છે. હકીકતમાં આ સ્કીની શરૂઆત 1988માં થઈ હતી, ત્યારે તેનો ઈરાદો કિસાનોના રોકાણને ડબલ કરવાનો હતો, પરંતુ હવે તેને બધા માટે ખોલી દેવામાં આવી છે. હવે કોઈપણ વયસ્ક વ્યક્તિ સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સિવાય 10 વર્ષથી વધુ ઉંમરનું બાળક પોતાના નામ પર કિસાન વિકાસ પત્ર લઈ શકે છે. 

આ પણ વાંચોઃ 28 માર્ચે ખુલી રહ્યો છે વધુ એક IPO, કિંમત 100 રૂપિયાથી ઓછી, જાણો GMP

સગીર કે માનસિક મગજના વ્યક્તિ તરફથી માતા-પિતા ખાતું ખોલાવી શકે છે. આ ખાતું ખોલાવવા સમયે આધાર કાર્ડ, ઉંમરનું પ્રમાણ પત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, કેવીપી એપ્લીકેશન ફોર્મ વગેરે ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. વિદેશી નાગરિક આ સ્કીમ માટે પાત્ર નથી. 

115 મહિના પહેલા પૈસા ઉપાડવાના નિયમ
કેવીપી ખાતામાં જમા કરવાની તારીખથી 2 વર્ષ 6 મહિના બાદ પ્રીમેચ્યોર વિડ્રોલ કરી શકાય છે. પરંતુ તેના પર કેટલીક શરતો લાગૂ હોય છે, જે આ પ્રકારે છે. 

KVP હોલ્ડર કે જોઈન્ટ એકાઉન્ટના મામલામાં એક કે બધા એકાઉન્ટ હોલ્ડરના મૃત્યુ થવા પર..

ગેઝેટ અધિકારીના કિસ્સામાં ગીરોદાર દ્વારા જપ્તી પર

કોર્ટના આદેશ પર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More