Home> Business
Advertisement
Prev
Next

પોસ્ટ ઓફિસમાં પૈસા ડબલ કરનારી આ સ્કીમ છે જોરદાર, માત્ર ₹1000 થી શરૂ કરી શકો છો રોકાણ

તમે આ સ્કીમમાં 100ના મલ્ટીપલમાં ગમે એટલી રકમ રોકી શકો છો. તેમાં કોઈ મેક્સિમમ લિમિટ નથી. આ સ્કીમ હેઠળ ગમે એટલા એકાઉન્ટ ખોલાવી શકાય છે. 

પોસ્ટ ઓફિસમાં પૈસા ડબલ કરનારી આ સ્કીમ છે જોરદાર, માત્ર ₹1000 થી શરૂ કરી શકો છો રોકાણ

નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસમાં નાની બચત માટે અનેક યોજનાઓ છે. તમે પણ નાની રકમથી રોકાણની શરૂઆત કરી શકો છો. આવી એક ખાસ સ્કીમ છે જેમાં પૈસા ડબલ થઈ જાય છે. અમે વાત કરી રહ્યાં છીએ પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્રની. આ એક એવી સ્કીમ છે જેમાં તમારા પૈસા ડબલ થઈ જાય છે. કારણ કે આ ભારત સરકારની એક સ્મોલ સેવિંગ સ્કીમ છે, તેથી તેને સુરક્ષિત માનવામાં આવે છે. આ સ્કીમમાં રોકાણ પર વર્તમાનમાં 7.5 ટકા વાર્ષિક વ્યાજદર ઓફર કરવામાં આવી રહ્યું છે. 

કોણ ખોલાવી શકે છે કેવીપી એકાઉન્ટ
પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે આ સ્કીમમાં રોકાણ કરવા માટે એક વ્યસ્ક એકાઉન્ટ ખોલાવી શકે છે. ત્રણ લોકો મળી જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. એટલું જ નહીં સગીર તરફથી કે વિકૃત મગજવાળા વ્યક્તિ તરફથી એક વાલી અને પોતાના નામ પર 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પણ પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર એકાઉન્ટ ખોલાવી શકે છે. 

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારના 1 કરોડ કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામા વધારો

ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત
કિસાન વિકાસ પત્ર સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત થઈ શકે છે. તમે 100ના મલ્ટીપલમાં ઈચ્છો એટલી રકમ રોકી શકો છો. તેમાં કોઈ લિમિટ નથી. આ સ્કીમ હેઠળ ગમે એટલા એકાઉન્ટ ખોલી શકાય છે. મુદતમાં પરિપક્વ થશે, જે જમા કરાવવાની તારીખે લાગુ થાય છે. આ યોજનામાં રોકાણની રકમ 115 મહિનામાં (9 વર્ષ અને 7 મહિના) બમણી થઈ જાય છે.

ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે કિસાન વિકાસ પત્ર એકાઉન્ટને મેચ્યોરિટી પહેલા કોઈ ખાસ પરિસ્થિતિમાં બંધ કરાવી શકાય છે. સિંગલ એકાઉન્ટ કે જોઈન્ટ એકાઉન્ટમાંથી કોઈ એક કે બંને ખાતાધારકના મૃત્યુ પર બંધ કરાવી શકાય છે. વધુમાં, જપ્તી પર અથવા જ્યારે કોર્ટનો આદેશ હોય ત્યારે ગીરોદાર ગેઝેટેડ અધિકારી હોવાને કારણે તેને બંધ કરી શકાય છે. આ એકાઉન્ટ જમા થયાની તારીખથી 2 વર્ષ અને 6 મહિના પછી બંધ કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More