Home> Business
Advertisement
Prev
Next

રાંધણ ગેસનો બાટલો અને સગડી બધુ જ મળશે મફત! જલ્દી જાણી લો PM ઉજ્જવલા યોજનાની આ વિગતો

પીએમ ઉજ્જવલા યોજનાના નવા વર્ઝન હેઠળ મળવાવાળા લાભો જણાવવામાં આવ્યા છે. જાગૃતિના અભાવના કારણે ઘણા લોકોને ઉજ્જવલા યોજના 2.0 હેઠળના લાભો જાણકારી નથી જેથી તેઓ લાભ પણ મેળવી શક્યા નથી.

રાંધણ ગેસનો બાટલો અને સગડી બધુ જ મળશે મફત! જલ્દી જાણી લો PM ઉજ્જવલા યોજનાની આ વિગતો

નવી દિલ્હીઃ પીએમ ઉજ્જવલા યોજનાના નવા વર્ઝન હેઠળ મળવાવાળા લાભો જણાવવામાં આવ્યા છે. જાગૃતિના અભાવના કારણે ઘણા લોકોને ઉજ્જવલા યોજના 2.0 હેઠળના લાભો જાણકારી નથી જેથી તેઓ લાભ પણ મેળવી શક્યા નથી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના: ઓગસ્ટ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાંથી પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના 2.0 ની શરૂઆત કરી હતી. પીએમ ઉજ્જવલા યોજનાના નવા વર્ઝન હેઠળ આપવામાં આવતા લાભ પણ જણાવવામાં આવ્યા હતા, પરંતુ જાગૃતિના અભાવને ઘણા લોકો ઉજ્જવલા યોજના 2.0 હેઠળના લાભો જાણતા નથી.

ગજબનું છે આ સમડીવાળું લેપટોપ! ગેમિંગ નોટબુકવાળા આ લેપટોપમાં છે ક્યારેય નહીં જોયા હોય તેવા ફીચર્સ!

કેટલીક શરતો પૂરી કરવી પડશે:
ખરેખર, હવે આ યોજના હેઠળ, લોકોને મફત ગેસ કનેક્શન આપવાની સાથે, ભરેલા ગેસ સિલિન્ડર અને સઘડી પણ આપવામાં આવી રહી છે. આ માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે. તે પહેલા જાણો PM ઉજ્જવલા યોજના શું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi)એ વર્ષ 2016માં PM ઉજ્જવલા યોજના શરૂ કરાવી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા દેશવાસીઓને મફત ગેસ કનેક્શન (Gas Connection) આપવાના છે. જેથી તેઓ ધુમાડામાંથી છુટકારો મેળવી શકે. પરંતુ હવે યોજના હેઠળ સિલિન્ડર અને ચૂલો પણ આપવામાં આવી રહ્યો છે.

તારક મહેતાના 'નટ્ટુ કાકા' ના મૃત્યુ પછી પણ તેમના ચહેરા પર કેમ કરાયો હતો મેકઅપ? જાણો વિદાય વેળાની આ વાત

આ રીતે મળશે યોજનાનો લાભ:
પીએમ ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન, ભરેલા સિલિન્ડર અને સઘડી મેળવવા માટે, તમારે યોજના હેઠળ અરજી કરવી પડશે. અરજી કરવા માટે સૌપ્રથમ pmuy.gov.in પર જવું પડશે. પછી Apply For New Ujjwala 2.0 Connection પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને ઇન્ડેન, ભારત પેટ્રોલિયમ અને એચપી ગેસ કંપનીના વિકલ્પ જોવા મળશે. આમાંથી એક પસંદ કરો. તે પછી બધી માહિતી ભરો. દસ્તાવેજોની ચકાસણી થયા બાદ, તમારા નામે એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે બીજા તબક્કામાં એલપીજી કનેક્શન ઉપરાંત, પ્રથમ સિલિન્ડરની રિફિલિંગ પણ મફત રહેશે.

યુવતીઓ જ નહીં યુવકોના કપડા કઢાવીને પણ મજા લે છે ફિલ્મ નિર્માતાઓ! આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

આ દસ્તાવેજો જરૂરી છે:
ઉજ્જવલા યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો છે. અરજી કરનાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તેની પાસે બીપીએલ કાર્ડ (BPL Card),સબસીડી મેળવવા માટે બેંકમાં બચત ખાતું (Savings Account), ઓળખ પત્ર (Aadhaar Card અથવા Voter ID Card)અને પાસપોર્ટ સાઈઝ ફોટો હોવા જોઈએ. અરજી કરતી વખતે આ દસ્તાવેજો કામ આવશે. પરિવારમાં પહેલેથી જ કોઈના નામે એલપીજી કનેક્શન (LPG Gas Connection) હોવું ના જોઈએ.

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

Amitabh Bachchan ઉછીના પૈસા અને મિત્રની ગાડી લઈને પેટ્રોલ પંપ પર ગયા, ત્યાં શું મળ્યું તો બદલાઈ ગઈ જિંદગી!

Amitabh સાથેની ફિલ્મની શૂટિંગ વખતે Hema Malini થઈ ગઈ હતી પ્રેગનેન્ટ! સેટ પર બધા બચ્ચન સામે જોવા લાગ્યા!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More