Home> Business
Advertisement
Prev
Next

આ સરકારી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, 78000 નો મળી રહ્યો છે ફાયદો, PM મોદીએ કહ્યું- જલ્દી કરાવો રજીસ્ટ્રેશન

પીએમ-સૂર્ય ઘરઃ ફ્રી વીજળી યોજના હેઠળ અત્યાર સુધી એક કરોડથી વધુ પરિવારોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આ સિદ્ધિથી પીએમ મોદી પણ ગદગદ છે. 

આ સરકારી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, 78000 નો મળી રહ્યો છે ફાયદો, PM મોદીએ કહ્યું- જલ્દી કરાવો રજીસ્ટ્રેશન

PM Surya Ghar Muft Bijli Yojana: પીએમ-સૂર્ય ઘરઃ ફ્રી વીજળી યોજના હેઠળ અત્યાર સુધી 1 કરોડથી વધુ પરિવારોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. આ સિદ્ધિથી પીએમ મોદી પણ ગદગદ છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું- આ યોજના લોન્ચ થવાના એક મહિનામાં 1 કરોડથી વધુ પરિવારોએ પીએમ-સૂર્ય ઘરઃ ફ્રી વીજળી યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે. 

કયાં પાંચ રાજ્યોમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન
પીએમ મોદીએ આગળ કહ્યું કે દેશના દરેક ભાગમાં રજીસ્ટ્રેશન થઈ રહ્યાં છે. અસમ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પાંચ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. જે લોકોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તે જલ્દી અહીં https://pmsuryaghar.gov.in/ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લે. 

પીએમ મોદીએ કહ્યું કે આ અનોખી પહેલ વીજળી ઉત્પાદન નક્કી કરવાની સાથે-સાથે પરિવારો માટે વીજળી વપરાશમાં યોગ્ય કાપ માટે પ્રતિબદ્ધ છે. આ પહેલ ધરતીને વિશાળ સ્તર પર પર્યાવરણ અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવાના પર્યાવરણ માટે જીવનશૈલીમાં યોગદાન કરવા તૈયાર છે. 

યોજનાની વિગત
પીએમ-સૂર્ય ઘરઃ ફ્રી વીજળી યોજના દ્વારા 1 કરોડ ઘરની છત પર સોલર પેનલ લગાવવાનું લક્ષ્ય છે. યોજના હેઠળ લાભાર્થીને સરકાર અલગ-અલગ કેટેડરીમાં 78000 રૂપિયા સુધીની સબસિડી આપે છે. આ લાભાર્થીને 300 યુનિટ ફ્રી વીજળી મળશે, જેનાથી વાર્ષિક 18 હજાર રૂપિયા સુધીની બચત થશે. નોંધનીય છે કે યોજના હેઠળ 1 કિલોવોટ ક્ષમતાવાળી સોલર પેનલ માટે 30,000 રૂપિયા, 2 કિલોવોટ ક્ષમતાવાળી પેનલ માટે 60,000 રૂપિયા અને 3 કિલોવોટ કે તેનાથી વધુ ક્ષમતાવાળી પેનલ માટે 78000 રૂપિયાની સબસિડી મળે છે. 

આ રીતે કરાવો રજીસ્ટ્રેશન
રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં https://pmsuryaghar.gov.in/ ટાઇપ કરી લોગઇન કરવું.  
ત્યારબાદ કનઝ્યુમર લોગઇન પર ક્લિક કરવુ અને રજીસ્ટ્રેશન કરવું.
રજીસ્ટ્રેશનમાં ગ્રાહકે પોતાને લગતી માહિતી ભરવાની રહેશે.
જેમાં રાજ્યનું નામ તેના જિલ્લાનું નામ, વીજળી કંપનીનુ નામ દા.ત. એમ.જી.વી.સી.એલ લખી પોતાનો ગ્રાહક નંબર લખી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનુ રહેશે. 
ત્યારબાદ ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર અને મોબાઇલ નંબર પર આવેલ ઓટીપી લખવાનો રહેશે. 
ત્યારબાદ ગ્રાહકે પોતાનું ઇમેઇલ આઇ.ડી. લખી કેપચા કોડ ભરી સબમીટ બટન પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ એસ.એમ.એસ દ્વારા આપને જાણ કરવામા આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More