Home> Business
Advertisement
Prev
Next

અયોધ્યાથી પાછા ફરતાની સાથે જ PM મોદીનો મોટો નિર્ણય, નવી સરકારી યોજનાની જાહેરાત, એક કરોડ લોકોને મળશે લાભ

Pradhanmantri Suryodaya Yojana: અયોધ્યાથી પાછા ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મોટો નિર્ણય લીધો. પીએમ મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે એક નવી યોજનાની જાહેરાત કરી છે.

અયોધ્યાથી પાછા ફરતાની સાથે જ PM મોદીનો મોટો નિર્ણય, નવી સરકારી યોજનાની જાહેરાત, એક કરોડ લોકોને મળશે લાભ

Pradhanmantri Suryodaya Yojana: અયોધ્યાથી પાછા ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મોટો નિર્ણય લીધો. પીએમ મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ એક કરોડ જેટલા લોકોને મળશે. આ યોજના અને તેની તમામ વિગતો વિશે ખાસ જાણો

નવી યોજનાની જાહેરાત
પીએમ મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે. પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ લોકોના ઘર પર રૂફટોપ સોલર પેનલ લગાવવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું કે સૂર્યવંશી ભગવાન શ્રી રામના આલોકથી વિશ્વના તમામ ભક્તગણ હંમેશા ઉર્જા પ્રાપ્ત કરે છે. આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર મારો એ સંકલ્પ વધુ પ્રશસ્ત થયો કે ભારતવાસીઓના ઘરની છત પર તેમની પોતાની સોલર રૂફ ટોપ સિસ્ટમ હોય. 

વીજળીનું બિલ ઓછું આવશે
તેમણે વધુમાં લખ્યું કે અયોધ્યાથી પાછા ફર્યા બાદ મે પહેલો નિર્ણય એ લીધો કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્યાંકની સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરશે. તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગનું વીજળીનું બિલ તો ઓછું થશે જ પરંતુ સાથે સાથે ભારત ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે. 

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ શું બોલ્યા પીએમ
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણા રામ આવી ગયા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે આ સમય સમર્થ-સક્ષમ અને  ભવ્ય-દિવ્ય ભારતના નિર્માણ માટે સંકલ્પ લેવાનો છે. તેમણે  કહ્યું કે રામ આગ નહીં પરંતુ ઉર્જા છે. રામ વિવાદ નથી પરંતુ રામ સમાધાન છે. રામ ફક્ત અમારા નહીં પરંતુ રામ બધાના છે. રામ વર્તમાન જ નહીં પરંતુ રામ અનંતકાળ છે. આ અગણિત રામ ભક્તોના ત્યાગ અને તપસ્યાની પરાકાષ્ઠાનું પરિણામ છે કે આજે ભારતવાસી આ શુભ દિવસના સાક્ષી બન્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More