Home> Business
Advertisement
Prev
Next

PM Kisan Update: નવા વર્ષે PM મોદી ખેડૂતોને આપશે ભેટ, 1 જાન્યુઆરીએ 10મો હપ્તો જાહેર કરશે

PM Kisan 10th Installment Update: ખેડૂતો માટે સારા સમાચાર છે. પીએમ કિસાન યોજના હેઠળ 10મા હપ્તાની રાહ જોઇ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવવાનો છે. જોકે પીએમ કિસાન સન્માન નિધિ હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે.

PM Kisan Update: નવા વર્ષે PM મોદી ખેડૂતોને આપશે ભેટ, 1 જાન્યુઆરીએ 10મો હપ્તો જાહેર કરશે

નવી દિલ્હી: PM Kisan 10th Installment Update: ખેડૂતો માટે સારા સમાચાર છે. પીએમ કિસાન યોજના હેઠળ 10મા હપ્તાની રાહ જોઇ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવવાનો છે. જોકે પીએમ કિસાન સન્માન નિધિ હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. લાભાર્થીઓને તેનો મેસેજ પણ મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરીએ પીએમ મોદી ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ વાતચીત કરશે.

ક્યારે આવશે 10મો હપ્તો
ખેડૂતોને મોકલવામાં આવેલા સંદેશમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પીએમ મોદી નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2022ના રોજ બપોરે 12 વાગ્યે પીએમ કિસાન યોજના હેઠળ 10મો હપ્તો જાહેર કરશે. સંદેશમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે તે જ દિવસે પીએમ મોદી ખેડૂત ઉત્પાદક સંગઠનોને ઇક્વિટી ગ્રાન્ટ પણ જારી કરશે. ખેડૂતો pmindiawebcast.nic.in અથવા દૂરદર્શન દ્વારા આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.

પીએમ-કિસાન યોજના હેઠળ, રૂ. 6000/- નો નાણાકીય લાભ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂ.2000/-ના ત્રણ સમાન 4-માસિક હપ્તામાં ચૂકવવામાં આવે છે. ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માન રકમ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને  ટ્રાન્સફર કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રૂ. 14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ   લગભગ 351 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) માટે બહાર પાડશે, જેનો લાભ 1.24 લાખથી વધુ ખેડૂતોને થશે. પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન એફપીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

Petrol Price Big Breaking: 26 જાન્યુઆરીથી અહીં 25 રૂપિયા સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ

ચેક કરો તમારા હપ્તાનું સ્ટેટસ
જો તમે પણ પીએમ કિસાન યોજના માટે નોંધણી કરાવી હોય તો તમે પણ આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ ચકાસી શકો છો. તમે અહીં આપેલી પ્રક્રિયાને અનુસરીને સૂચિમાં તમારું નામ સરળતાથી ચકાસી શકો છો.

યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
1. આ માટે સૌથી પહેલા તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
2. હવે તેના હોમપેજ પર તમને Farmers Corner નો વિકલ્પ દેખાશે.
3. Farmers Corner વિભાગની અંદર Beneficiaries List ના વિકલ્પ પર ક્લિક કરો.
4. હવે ડ્રોપ ડાઉન યાદીમાંથી રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
5. આ પછી તમે 'Get Report' પર ક્લિક કરો.
6. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More