Home> Business
Advertisement
Prev
Next

શું ઇન્કમ ટેક્સમાં મળશે છૂટ? ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલનો સ્પષ્ટ જવાબ

વાણિજ્ય અને રેલ મંત્રી પિયુષ ગોયલે ઇન્કમ ટેક્સના દર વિશે એક જાહેર કાર્યક્રમમાં મહત્વની ચર્ચા કરી છે

શું ઇન્કમ ટેક્સમાં મળશે છૂટ? ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલનો સ્પષ્ટ જવાબ

નવી દિલ્હી : દેશના અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે ત્યારે ઇન્કમ ટેક્સના દર વિશે વાણિજ્ય અને રેલ મંત્રી પિયુષ ગોયલનું મોટું નિવેદન સામે આવ્યું છે. હાલમાં એક જાહેર કાર્યક્રમમાં તેમને જ્યારે ઇન્કમ ટેક્સના રેટ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સના દરમાં ઘટાડા વિશેનો સવાલ નાણામંત્રીને પુછવો જોઈએ અને આ મામલે તેઓ જ નિર્ણય લેશે. આ વિશે 1 ફેબ્રુઆરી સુધી ખબર પડી જશે. નોંધનીય છે કે હાલમાં નિર્મલા સીતારામન નાણામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે અને તેઓ 1 ફેબ્રુઆરીએ આગામી બજેટ રજુ કરશે. 

આ બ્યુટી વિથ બ્રેઇન અર્થશાસ્ત્રીની મોટી લાલબત્તી, હલી શકે છે ભારતનું અર્થતંત્ર

થોડા સમય પહેલાં અર્થવ્યવસ્થાની ધીમી પડેલી ગતિ વિશે વાત કરતા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે, દેશ મંદીના ભરડામાંથી પસાર થઈ રહ્યો છે અને અર્થવ્યવસ્થામાં સુસ્તી હોવાના સંકેતો મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ માહોલ પાછળનું મૂળ કારણ એ છે કે અર્થવ્યવસ્થાના સંચાલન પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી થાય છે. આ કમેન્ટનો જવાબ આપતા પિયુષ ગોયલે કહ્યું છે કે મને અહેસાસ છે કે ભારતને મહેનતુ વડાપ્રધાન મળ્યા છે જે દરેક વાતમાં ઇન્વોલ્વ થાય છે. જો કે નાણા મંત્રાલયના નિર્ણયોમાં પ્રધાનમંત્રી કાર્યાલયનો કોઈ રોલ નથી. મને તો સાડા પાંચ વર્ષમાં ક્યારેય આવો અનુભવ નથી થયો. 

EXCLUSIVE : આ વખતે શનિવારે રજૂ થશે સામાન્ય બજેટ 2020, BSE માં પણ થશે કારોબાર

મોદી સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે દેશના નોકરિયાતો અને મધ્યમ વર્ગના કરદાતાઓ માટે બજેટ 2019માં ઐતિહાસિક જાહેરાત કરી હતી. એ સમયે તત્કાલિન નાણામંત્રી પિયુષ ગોયલે ટેક્સ સ્લેબમાં સીધો જ બમણો વધારો કરી ટેક્સમાં રાહત આપી છે. એ સમયે 2.50 લાખની આવક પર ટેક્સ છૂટ હતી જે હવેથી 5 લાખ કરવામાં આવી હતી. આ સાથે રોકાણ સાથે હવે 6.5 લાખ સુધી ટેક્સ પર રાહત આપવામાં આવી હતી અને 40 હજાર સુધી બેંક વ્યાજ પર રાહત આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More