Home> Business
Advertisement
Prev
Next

PIB Fact Check: બેરોજગારોને દર મહિને મળે છે 6 હજાર રૂપિયા? જાણો સરકારે શું કહ્યું?

PIB Fact Check: પીઆઈબી તરફથી ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ફેક્ટ ચેક દ્વારા જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું છે કે આ મેસેજ ફેક છે. આ સાથે જ પીઆઈબી દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે. જાણો વિગતવાર માહિતી....

PIB Fact Check: બેરોજગારોને દર મહિને મળે છે 6 હજાર રૂપિયા? જાણો સરકારે શું કહ્યું?

Govt Unemployment Allowance:  કેન્દ્ર સરકાર તરફથી દેશના સામાન્ય નાગરિકો માટે તમામ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓમાંથી મોટાભાગની યોજનાઓમાં પૈસા લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. પરંતુ સાઈબર ક્રાઈમ કરતા લોકો સમયાંતરે સરકારી યોજનાઓના ભ્રમિત કરતા મેસેજ વાયરલ કરતા રહે છે. હાલમાં આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેના વિશે જાણવું તમારા માટે જરૂરી છે. 

સાવધાન રહેવાની જરૂર
વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજના હેઠળ સરકાર તરફથી બેરોજગાર યુવાઓને દર મહિને 6000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવી રહ્યું છે. જો તમારા મોબાઈલ પર આ પ્રકારનો કોઈ મેસેજ આવ્યો હોય તો સાવધાન રહેવાની જરૂર છે. સરકાર તરફથી પણ આ અંગે ટ્વીટ કરીને જાણકારી અપાઈ છે. 

દર મહિને 6000 રૂપિયાનું ભથ્થું?
વોટ્સએપ પર આવતા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર પ્રધાનમંત્રી ભથ્થા યોજના હેઠળ બેરોજગાર યુવાઓને દર મહિને 6000 રૂપિયા ભથ્થું આપી રહી છે. મેસેજમાં યોજના માટે રજિસ્ટ્રેશન શરૂ થયું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. રજિસ્ટ્રેશન કરવા માટે અપાયેલી લિંક પર ક્લિક કરવાનું કહેવાઈ રહ્યું છે. 

ફેક્ટ ચેક દ્વારા અપાઈ જાણકારી
પીઆઈબી તરફથી ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ફેક્ટ ચેક દ્વારા જાણકારી આપવામાં આવી છે. પીઆઈબીની ટ્વીટમાં સ્પષ્ટ કરાયું કે સરકાર તરફથી આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી નથી. ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું છે કે આ મેસેજ ફેક છે અને ભારત સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી. આ સાથે જ પીઆઈબી તરફથી એવી અપીલ પણ કરવામાં આવી કે કૃપા કરીને આવા મેસેજ ફોરવર્ડ ન કરો. 

આ રીતે કરાવી શકાય ફેક્ટ ચેક
તમારી પાસે જો આવા કોઈ પણ મેસેજ આવે તો તમે તેનું ફેક્ટ ચેક (હકીકત) પીઆઈબી (PIB) ના માધ્યમથી કરાવી શકો છો. આ માટે તમારે  https://factcheck.pib.gov.in/  પર વિઝિટ કરવાની રહેશે. આ ઉપરાંત તમે તેના માટે વોટ્સએપ નંબર +918799711259 કે ઈમેઈલ pibfactcheck@gmail.com ઉપર પણ જાણકારી મેઈલ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More