Home> Business
Advertisement
Prev
Next

EPFO: નોકરીયાત લોકોને લાગી લોટરી, EPFO એ આપી મોટી ખુશખબરી, ફટાફટ ચેક કરો એકાઉન્ટ

EPFO Latest News: જો તમે પણ નોકરીયાત છો તો જલદી જ તમારા ખાતામાં પીએફના વ્યાજના પૈસા આવવાના છે. નાણાકીય વર્ષ 2022 ના વ્યાજના પૈસા તમારા એકાઉન્ટમાં આવવાનું શરૂ થઇ જશે. પરંતુ ત્યારબાદ પણ ઘણા લોકોના સ્ટેટમેન્ટમાં વ્યાજની રકમ જોવા મળી રહી નથી. 

EPFO: નોકરીયાત લોકોને લાગી લોટરી, EPFO એ આપી મોટી ખુશખબરી, ફટાફટ ચેક કરો એકાઉન્ટ

EPFO Interest Credit Date: EPFO એ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. જો તમે પણ નોકરીયાત છો તો જલદી જ તમારા ખાતામાં પીએફના વ્યાજના પૈસા આવવાના છે. નાણાકીય વર્ષ 2022 ના વ્યાજના પૈસા એકાઉન્ટ આવવાનું શરૂ થઇ ગયું છે, પરંતુ તેમછતાં પણ ઘણા લોકોના સ્ટેટમેન્ટમાં વ્યાજની રકમ દેખાઇ રહી નથી. આ વાત પર સરકારે કહ્યું કે સોફ્ટવેરને અપડેટ કરવામાં આવી રહ્યું છે. જેના લીધે ઘણા લોકોના સ્ટેટમેન્ટમાં શો કરી રહ્યું નથી, પરંતુ તેના માટે તમારે હેરાન થવાની જરૂર નથી. 

8.1 ટકાના દરથી મળી રહ્યું છે વ્યાજ
કેન્દ્ર સરકાર તરફથી પીએફ પર 8.1 ટકાના દરથી વ્યાજનો ફાયદો મળી રહ્યો છે. આ વ્યાજના દર મળી રહ્યા છે .આ વ્યાજના દર ગત 40 વર્ષોમાં સૌથી ઓછા છે. તો બીજી તરફ પહેલા6 વર્ષ 1977-78 માં 8 ટકાના દરથી વ્યાજ આપવામાં આવ્યું હતું. 

આવો જણાવીએ કે તમે કેવી રીતે તમારા વ્યાજની રકમ ચેક કરી શકો છો
મિસ્ડ કોલ વડે ચેક કરો બેલેન્સ

તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી મિસ્ડ કોલ કરીને પણ તમારા વ્યાજની રકમ ચેક કરી શકો છો. તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો છે. ત્યારબાદ તમારા નંબર પર વ્યાજની બધી જ ડિટેલ્સ આવી જશે. 

ઓફિશિયલ વેબસાઇટ પરથી કરો ચેક
આ ઉપરાંત તમે ઓફિશિયલ વેબસાઇટ epfindia.gov.in દ્રારા પણ ચેક કરી શકો છો. આ લીંક પર ગયા બાદ તમારે ઇ-પાસબુક પર જવું પડશે. હવે અહીં તમે તમારું યૂઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ફિલ કરવા પડશે. હવે તમારી બધી ડિટેલ્સ મળી જશે.  

ઉમંગ એપ્સ વડે ચેક કરો ડિટેલ્સ
આ ઉપરાંત તમે ઉમંગ એપ દ્વારા પણ પીએફના વ્યાજની રકમ ચેક કરી શકો છો. તમએ આ એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. એમ્પ્લોઇ-સેટ્રિક સર્વિસ પર જવાનું રહેશે. 'વ્યૂ પાસબુક પર ક્લિક કરવું પડશે. આ સાથે જ તમે તમારો યૂએએન નંબર અને પાસવર્ડ (OTP) નંબર નાખો. ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવી જશે. ત્યારબાદ તમે તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. 

મેસેજ વડે ચેક કરો ડિટેલ્સ
તમે આ નંબર પર 7738299899 પર મેસેજ કરીને પણ તમારું બેલેન્સ ચેક કરી શકો છો. તમારે મેસેજમાં EPFOHO લખીને મોકલવાનું છે. ત્યારબાદ તમારી પાસે મેસેજ આવી જશે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More