Home> Business
Advertisement
Prev
Next

સતત 5 દિવસના ઘટાડા બાદ જાણો તમારા શહેરમાં આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

સતત પાંચ દિવસથી ભાવમાં ઘટાડા બાદ આજે મંગળવારના ડીઝલની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. પેટ્રોલની કિંમત છેલ્લા બે દિવસથી સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટી રહી છે અથવા તો સ્થિર રહે છે

સતત 5 દિવસના ઘટાડા બાદ જાણો તમારા શહેરમાં આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

નવી દિલ્હી: સતત પાંચ દિવસથી ભાવમાં ઘટાડા બાદ આજે મંગળવારના ડીઝલની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. પેટ્રોલની કિંમત છેલ્લા બે દિવસથી સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટી રહી છે અથવા તો સ્થિર રહે છે. ઓગસ્ટમાં અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ હજી સુધી વધ્યા નથી. આ મહીનામાં અત્યાર સુધી પેટ્રોલ લગભગ 90 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ લગભગ 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. આશા કરવામાં આવી રહી છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ હજી પણ સસ્તા થશે.

આ પણ વાંચો:- બેંકના ગ્રાહકો માટે જરૂરી સમાચાર, હવે 10 નહી આટલા વાગ્યાથી ખુલશે સરકારી બેંક

ઇન્ડિયન ઓઇલની વેબસાઇ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.99 રૂપિયા, 74.69 રૂપિયા, 77.65 રૂપિયા અને 74.78 રૂપિયા પ્રતિ લિટર પર છે. જો કે, ચારે મહાનગરોમાં ડીઝલના ભાવમાં ઘટાડા સાથે ક્રમશ: 65.43 રૂપિયા, 67.81 રૂપિયા, 68.60 રૂપિયા અને 69.13 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

આ પણ વાંચો:- Jio Fiber Customersને મફતમાં મળશે LED TV, જાણો 10 મહત્વની જાહેરાત

ક્રુડ ઓઇલની વૈશ્વિક માગ નબળી રહેવાના કારણે કિંમતોમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર સોમવારે બેંચમાર્ક ક્રુડ ઓઇલ બ્રેંટના ઓક્ટોબર વાયદા કરારમાં 0.09 ટકાનો ઘટાડા સાથે 58.48 ડોલર પ્રતિ બેરલ પર વ્યાપાર ચાલી રહ્યો હતો. ત્યારે, ન્યૂયોર્ક મર્કેટાઇલ એક્સચેન્જ પર એમેરિકન લાઇટ ક્રુડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટના સપ્ટેમ્બર ડિલીવરી કરારમાં 0.20 ટકાના ઘટાડા સાથે 54.39 ડોલર પ્રતિ બેરલ પર વ્યાપાર ચાલી રહ્યો છે.

જુઓ Live TV:-

બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More