Home> Business
Advertisement
Prev
Next

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતાથી આમ જનતાને રાહત, આ રહ્યો આજનો ભાવ

દિલ્હીમાં બુધવારે સવારે પેટ્રોઅલ 73.27 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ ડીઝલ 66.41 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.92 રૂપિયા, 78.88 રૂપિયા અને 76.10 રૂપિયાના સ્તર પર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતાથી આમ જનતાને રાહત, આ રહ્યો આજનો ભાવ

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel price) રેકોર્ડ કિંમત પર પહોંચ્યા બાદ ઓઇલ કંપનીઓ ગ્રાહકોને સતત રાહત આપી રહી છે. મંગળવારે સવારે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે બુધવારે સવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 1 રૂપિયાથી વધુનો ઘટાડો આવી ચૂક્યો છે. બુધવારે સવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જૂના સ્તર પર યથાવત રહ્યા હતા. 

દિવાળી પહેલાં EPFO કર્મચારીઓ માટે ખુશખબરી, સરકારે લીધો આ નિર્ણય

દિલ્હીમાં બુધવારે સવારે પેટ્રોઅલ 73.27 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ ડીઝલ 66.41 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.92 રૂપિયા, 78.88 રૂપિયા અને 76.10 રૂપિયાના સ્તર પર છે. ડીઝલનો ભાવ ક્રમશ: 68.77 રૂપિયા, 69.61 રૂપિયા અને 70.16 રૂપિયાના સ્તર પર છે. જાણકારોનું કહેવું છે કે હાલ ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો માહોલ છે. 

ટૂંક સમયમાં જ ફેસબૂક લાવી રહ્યું છે પોતાની ડિજિટલ કરન્સી Libra 

સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અધી રૂપિયા પ્રતિ લીટરની તેજી નોંધાવામાં આવી અને ડીઝલનો ભાવ પણ દોઢ રૂપિયાથી વધુ મોંઘો થઇ ગયો છે. બુધવારે સવારે બ્રેંટ ક્રૂડ 58.87 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યૂટીઆઇ ક્રૂડ 52.93 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More