Home> Business
Advertisement
Prev
Next

Petrol-Diesel Price 8th June: શપથવિધિ પહેલાં સારા સમાચાર, સસ્તું થઇને 80 ડોલરથી નીચે આવ્યું Crude Oil

Petrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં (Crude Oil Price) સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે ક્રૂડ ઓઇલ 80 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. આવો જાણી આજે શનિવારે 8 જૂન 2024 ના શું છે પેટ્રોલ ડીઝલના ભાવ... 

Petrol-Diesel Price 8th June: શપથવિધિ પહેલાં સારા સમાચાર, સસ્તું થઇને 80 ડોલરથી નીચે આવ્યું Crude Oil

Petrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં (Crude Oil Price) સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય ઉતાર ચઢાવ સાથે ક્રૂડ ઓઇલ છેલ્લા કેટલાક દિવસથી 80-85 ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું છે. શુક્રવારે ક્રૂડ ઓઇલ (બ્રેંટ ક્રૂડ)ના ભાવ 0.01 ટકાનો ઘટાડો દર્શાવતાં 79.86 ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગયું. લોકસભા ચૂંટણી  (Loksabha Election 2024) પુરી થઇ ગઇ છે અને પરિણામો પણ આવી ગયા છે. આ દરમિયાન ઓઇલ કંપનીઓ તરફથી 8 જૂન 2024 માટે પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કરવામાં આવ્યા છે. આવો જાણીએ દેશના મહાનગરો અને કેટલાક સિલેક્ટેડ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ (Petrol-Diesel Price Today) છે.

વાયદા બજારમાં શું ક્રૂડ ઓઇલના ભાવ? 
શુક્રવારે વાયદાના વેપારમાં ક્રૂડ ઓઇલના ભાવ 0.35 ટકા ઘટીને રૂ. 6,304 પ્રતિ બેરલ થયો હતો કારણ કે નબળા હાજર માંગને પગલે વેપારીઓએ તેમના સોદામાં ઘટાડો કર્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂનમાં ડિલિવરી માટે ક્રૂડ ઓઈલનો કોન્ટ્રાક્ટ રૂ. 22 અથવા 0.35 ટકા ઘટીને રૂ. 6,304 પ્રતિ બેરલ થયો હતો. 9,577 લોટમાં વેપાર થયો હતો. વૈશ્વિક સ્તરે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ઓઈલ 0.01 ટકા ઘટીને $75.54 પ્રતિ બેરલ થઈ ગયું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $79.86 પર ટ્રેડ થઈ રહી છે, જે 0.01 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્ન
Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસ

જાણો મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 94.72 87.62
મુંબઇ 104.21 92.15
કોલકાતા 103.94 90.76
ચેન્નઇ 100.75 92.32
બેંગલુરૂ 99.84 85.93
લખનઉ 94.65 87.76
નોઇડા 94.83 88.05
ગુરૂગ્રામ 95.19 88.05
ચંદીગઢ 82.40 82.40
પટના 105.18 92.04

2 રૂપિયા સુધી ઘટ્યો હતો ભાવઃ
તમને જણાવી દઇએ કે માર્ચ મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા. પેટ્રોલ ડીઝલના ભાવમાં 2-2 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ તેમછતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાયા નથી. 

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે Public sector Oil Marketing Companies (OMCs) એટલેકે, દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

આ 5 શેર કરાવશે ધુઆંધાર કમાણી, ખરીદીને ભૂલી જાવ; 1 વર્ષમાં આપશે તાબડતોડ રિટર્ન

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

પેટ્રોલના નવા ભાવ કેવી રીતે જાણી શકાય-
પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના ભાવ દરરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગે અપડેટ થઇ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ તમે એસએમએસ દ્રારા પણ જાણી શકો છો. (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલ (Indian Oil) ના કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ (BPCL) ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો બીજી તરફ એચપીસીએલ (HPCL) ના ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર ભાવ જાણી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More