Home> Business
Advertisement
Prev
Next

Petrol Diesel Prices: પેટ્રોલના ભાવ સર્વોચ્ચ સ્તર પર, 6 દિવસથી થઈ રહ્યો છે વધારો

સરકારી ઓઇલ કંપનીઓ તરફથી સતત 6 દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૃદ્ધિ થઈ છે. આજે ડીઝલની કિંમતમાં 32 થી 34 પૈસાનો વધારો થયો છે. ત્યારે પેટ્રોલની કિંમત 28 થી 29 પૈસા સુધી વધારો થયો છે

Petrol Diesel Prices: પેટ્રોલના ભાવ સર્વોચ્ચ સ્તર પર, 6 દિવસથી થઈ રહ્યો છે વધારો

નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓ તરફથી સતત 6 દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૃદ્ધિ થઈ છે. આજે ડીઝલની કિંમતમાં 32 થી 34 પૈસાનો વધારો થયો છે. ત્યારે પેટ્રોલની કિંમત 28 થી 29 પૈસા સુધી વધારો થયો છે. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવ અત્યારસુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયા છે.

દિલ્હી-મુંબઇમાં નવો રેકોર્ડ
આ બંને શહેરમાં પેટ્રોલની કિંમત તેના સર્વોચ્ચ સ્તર પર છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 88.73 રૂપિયા છે જ્યારે મુંબઇમાં 95.21 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. ત્યારે દિલ્હીમાં ડીઝલ 79.06 રૂપિયા, ત્યારે મુંબઇમાં 86.04 રૂપિયામાં પ્રતિ લિટર મળી રહ્યું છે. મુંબઇમાં ડીઝલના ભાવ તેના સર્વોચ્ચ સ્તર પર છે. છ દિવસ દરમિયાન પેટ્રોલના ભાવમાં 1.80 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલમાં 1.97 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો.

આ પણ વાંચો:- Gold Price today : સોનાના ભાવ ઉંધા માથે પટકાયા, 10,000 સુધીનો ઘટાડો, જાણો ભાવ

જાણો મેટ્રો શહેરમાં કેટલો ભાવ
આઇઓસીએલ પાસેથી મળેલી જાણકારી અનુસાર આજે દિલ્હી, કોલકતા, મુંબઇ અને ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત આ પ્રકારે છે.

શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 88.73 79.06
કોલકતા 90.01 82.65
મુંબઇ 95.21 86.04
ચેન્નાઈ 90.96 84.16

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More