Home> Business
Advertisement
Prev
Next

ધનતેરસના દિવસે ઘટ્યા પેટ્રોલ અને ડિઝલના ભાવ, જાણે શું છે આજની કિંમત

ધનતેરસના દિવસે રાજધાનીમાં પેટ્રોલની કિંમતોમાં 22 પૈસાનો ઘટાડો આવ્યો છે. ઘટાડાથી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.56 પૈસા પ્રતિ લીટર થઇ ગઇ છે. 
 

ધનતેરસના દિવસે ઘટ્યા પેટ્રોલ અને ડિઝલના ભાવ, જાણે શું છે આજની કિંમત

નવી દિલ્હી: કહેવાય છે કે ધનતેરસના દિવસે તમારી પાસે ક્યાંયથી પણ ધન આવે તો તેને શુભ માનવામાં આવે છે. ધનતેરસ પર પેટ્રોલ અને ડીઝવના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે પણ રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 22 પૈસાનો ઘટાડો સામે આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘટીને 78.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ડિઝલની કિંમતોમાં પણ 20 પૈસાનો ઘટાડો આવતા ડિઝલ 73.16 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલની કિંમત 84.06 રૂપિયા નોધાઇ છે. અહિં પણ પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ઘટાડો નોધાયો છે. માટે અહિંયા પણ ડીઝલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો થતા ભાવ 76.67 રૂપિયા પ્રતિ લીટર થયા છે. 

4 ઓક્ટોબરને રવિવારે પણ પેટ્રોલ 84 રૂપિયે લીટર અને ડીઝલ 75.45 રૂપિયે લીટરની રેકોર્ડ ઉચાઇ પર પહોચ્યા હતા. એજ દિવસે સરકારે ક્રુડ ઉત્પાદક ખર્ચમાં 1.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ સિવાય સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલીયમ કંપનીઓને પણ ક્રુડની કિંમતોમાં એક રૂપિયાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું હતું.

વધુ વાંચો...આજે 21 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લીટર ઘટ્યો

fallbacks

મહત્વનું છે, કે શનિવારે પણ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો નોધાયો હતો. શનિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 19 પૈસાનો ઘટાડો આવ્યો હતો. જેથી પેટ્રોલની કિંમતમાં 78.99 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવોમા 11 પૈસાનો ઘટાડો સામે આવ્યો છે. જેથી અહિં ડિઝલના ભાવ 73.53 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. મુંબઇમાં પણ શનિવારે પેટ્રોલ 19 પૈસાનો ભાવોમાં ઘટાડો આવ્યો છે. જેથી અહિં પેટ્રોલના ભાવ ઘટીને 84.49 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. સાથે જ ડીઝલના ભાવમાં પણ 12 પૈસાનો ઘટા઼ડો આવ્યો છે. જેથી અહિં ડીઝલનો ભાવ 77.06 રૂપિયા પ્રતિ લીટર થયો છે. મહત્વનું છે, કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત કેટલાય દિવસોથી ઘટાડો આવી રહ્યો છે.

fallbacks

શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 19 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ગટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 79.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.64 રૂપિયા પ્રતિ લીટર થયો હતો, જ્યારે આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલ 84.68 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.18 રૂપિયા પ્રતિ લીટર વેચાણ થઇ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More