Home> Business
Advertisement
Prev
Next

'બોયકોટ ચાઈના' અભિયાન વચ્ચે ચીનની સરકારી બેન્કે ખરીદી ICICI બેન્કમાં ભાગીદારી

ચીનની કેન્દ્રીય બેન્ક ભારત જેવા બીજા દેશોમાં રોકાણ વધારી રહી છે. પાછલા વર્ષે માર્ચમાં ચીનની કેન્દ્રીય બેન્કે એચડીએફસીમાં પોતાનું રોકાણ વધારીને 1 ટકાથી વધુ કર્યું હતું. ત્યારે વિવાદ થયો હતો. 
 

'બોયકોટ ચાઈના' અભિયાન વચ્ચે ચીનની સરકારી બેન્કે ખરીદી ICICI બેન્કમાં ભાગીદારી

નવી દિલ્હીઃ દેશમાં ચીની સામાનના બહિષ્કાર અને ચીન વિરોધી માહોલ વચ્ચે તે સમાચાર છે કે ચીનની પીપલ્સ બેન્ક ઓફ ચાઇના (People's Bank of China)એ ICICI બેન્કમાં ભાગીદારી ખરીદી છે. પરંતુ જાણકાર કહે છે કે તેનાથી દેશહિતને કોઈ પ્રકારનો ખતરો નથી. 

પાછલા વર્ષે માર્ચમાં ચીનની કેન્દ્રીય બેન્કે એચડીએફસીમાં પોતાનું રોકાણ વધારીને 1 ટકાથી વધુ કરી દીધું હતું. ત્યારે તેના પર ખુબ હંગામો થયો હતો. પીપલ્સ બેન્ક ઓફ ચાઇના મ્યૂચુઅલ ફંડ, વીમા કંપનીઓ સહિત તે 357 સંસ્થાગત રોકાણકારોમાં સામેલ છે, જેણે હાલમાં ICICI બેન્કના ક્વોલિફાઇડ એન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) ઓફરમાં 15000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ICICI બેન્કે નાણા ભેગા કરવા માટે સંસ્થાગત રોકાણકારો પાસેથી રોકાણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને પાછલા સપ્તાહે તેનો ટાર્ગેટ પૂરો થયો છે. 

કેટલું છે ચીની બેન્કનું રોકાણ
ચીનની કેન્દ્રીય બેન્કે ICICIમા માત્ર 15 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આ રોકાણ ક્વોલિફાઇડ એન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા થયું છે. અન્ય વિદેશી રોકાણકારોમાં સિંગાપુરની સરકાર, મોર્ગન ઇન્વેસ્ટમેન્ટ, સોસાઇટે જનરાલે વગેરે સામેલ છે. 

નિષ્ણાંતો કહે છે કે બેન્કિંગ ભારતમાં ખુબ રેગુલેટેડ એટલે કે રિઝર્વ બેન્કની આકરી નજરમાં રહેતો કારોબાર છે, તેથી તેનાથી દેશહિતને કોઈ ખતરો ન થઈ શકે. આ પહેલા ચીનની આ કેન્દ્રીય બેન્કે હાઉસિંગ લોન કંપની એચડીએફસી લિમિટેડમાં રોકાણ કર્યું ત્યારે હંગામો થયો હતો. 

વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં મુકેશ અંબાણીને નુકસાન, હવે છઠ્ઠા સ્થાને પહોંચ્યા  

ચીનની કેન્દ્રીય બેન્ક હવે અમેરિકાના સ્થાને ભારત જેવા બીજા દેશોમાં રોકાણ વધારી રહી છે. પાછલા વર્ષે માર્ચમાં ચીનની કેન્દ્રીય બેન્કે એચડીએફસીમાં પોતાનું રોકાણ વધારીને 1 ટકાથી વધુ કર્યું હતું. ત્યારે વિવાદ થયો હતો. 

ત્યારબાદ સરકારે વિદેશી પોર્ટફોલિયા રોકાણના નિયમ વધુ કડક કરી દીધા હતા. ખાસ કરીને ચીન કે અન્ય પાડોસી દેશોથી આવનાર રોકાણ માટે આકરા નિયમ બનાવવામાં આવ્યા હતા. બાદમાં ચીની બેન્કે એચડીએફસીમાં પોતાનું રોકાણ 1 ટકાથી ઘટાડી દીધું હતું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More