Home> Business
Advertisement
Prev
Next

5 વર્ષ પહેલાં આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારી પાસે ગાડી-બંગલો અને નોકર હોત

Multibagger stock- BSE લિસ્ટેડ સ્મોલ કેપ કંપનીના શેરે રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. 35 પૈસાના આ શેરનો ભાવ હાલમાં રૂ.114 થઈ ગયો છે.

5 વર્ષ પહેલાં આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારી પાસે ગાડી-બંગલો અને નોકર હોત

Multibagger stock : શેરબજારમાં (Stock Market) કેટલીક નાની કંપનીઓના શેરોએ રોકાણકારોની બલ્લે બલ્લે કરી દીધી છે. ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ લિમિટેડ (Flomic Global Logistics Limited Share) શેરના શેરનું નામ પણ એવા શેરોની યાદીમાં સામેલ છે જે રોકાણકાર પર નાણાંનો વરસાદ કરે છે. 5 વર્ષ પહેલા પેની સ્ટોકની શ્રેણીમાં આવેલા આ સ્ટોકે રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન (Multibagger return) આપ્યું છે. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે આજે કરોડપતિ બની ગયો છે. આજે પણ ફ્લોમિક ગ્લોબલનો શેર 3 ટકાના વધારા સાથે રૂ. 113.85 (Flomic Global Logistics Limited Share Price)ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

મેચ દરમિયાન આ હરકત બાદ ટ્રોલ થયો અર્જુન તેંડુલકર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
બેચરલ છોકરાઓને ખાલી કરાવ્યો ફ્લેટ, મકાન માલિકે અંદર જોઇને જોયું ઉડી ગયા હોશ
જાણો કેવી હોય છે રેલવેમાં વેઈટિંગ સિસ્ટમ, કઈ ટિકિટ સૌથી પહેલા થશે કન્ફર્મ?
Car Tips: પંચર થયા વગર જ ટાયરમાંથી નિકળે છે હવા? જાણો શું છે તેનું કારણ

ફ્લોમિક એ વૈશ્વિક લોજિસ્ટિક્સ અને નૂર સેવા આપનારી કંપની છે. તે ઘણા દેશોમાં તેની સેવા પૂરી પાડે છે. આ BSE લિસ્ટેડ કંપનીના શેરમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે. એક મહિનામાં શેરમાં લગભગ 26 ટકાનો વધારો થયો છે. ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સનું માર્કેટ કેપ હવે રૂ. 81.07 કરોડ છે. આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 181.90 રૂપિયા છે. તે જ સમયે, તેની 52 સપ્તાહની નીચી કિંમત 71.60 રૂપિયા છે.

ચાલતી ઓટોમાં ડ્રાઈવરે ચપટીમાં બદલી દીધું ટાયર, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
GF બોયફ્રેન્ડના પિતાને લઈને ભાગી, બાપની ઉંમરના વ્યક્તિ સાથે વિતાવ્યા 365 દિવસ
40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી

5 વર્ષમાં 32,142% વળતર
ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ લિમિટેડના શેરોએ છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને માલદાર બનાવી દીધા છે. પાંચ વર્ષ પહેલાં આ શેરની કિંમત માત્ર 35 પૈસા હતી. હવે તે વધીને 114.80 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે તેણે છેલ્લા પાંચ વર્ષમાં 32,142 ટકા વળતર આપ્યું છે.

1 લાખનું રોકાણ 32,285,714 રૂપિયા થયા
જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને તેને અત્યાર સુધી જાળવી રાખ્યું હોય તો તે આજે કરોડપતિ છે. હવે તેના એક લાખ રૂપિયા વધીને 32,285,714 રૂપિયા થઈ ગયા છે. મતલબ કે હવે તે આરામથી કાર-બંગલો ખરીદી શકશે. તેવી જ રીતે આ શેરે બે વર્ષમાં 1400% વળતર આપ્યું છે. જો બે વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તે રોકાણ રૂ. 15 લાખ થઈ ગયું હશે. 

Gut Cleaning Tips: પેટ સાફ કરવા માટે આ ટિપ્સ અજમાવો, ઘણી બીમારીઓ થઈ જશે દૂર
આ છે દુનિયાના 5 દેશ : જ્યાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, મફતમાં મળશે ઘર અને કાર
મે મહિનામાં ફરવા માટે ભારતના Top Ten સ્થળો, ગરમીમાં મળશે ટાઢક

નાની કંપનીઓમાં રોકાણ કરવું વધુ જોખમી 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે નાની કંપનીઓના શેરમાં રોકાણ કરવું વધુ જોખમી છે. નાની કંપનીઓ વિશે માહિતી ઓછી છે. આવા શેરોની તરલતા પણ ઓછી હોય છે. નીચી માર્કેટ કેપિટલાઇઝેશન અને ઓછી લિક્વિડિટીને કારણે તેમની કિંમતમાં હેરફેર સરળ છે. જેના કારણે ઘણી વખત રોકાણકારો છેતરપિંડીનો શિકાર બને છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સ્ટોકના પ્રદર્શન પર આધારિત છે. રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લો. તમારા નુકસાન માટે Zee24kalak જવાબદાર રહેશે નહીં.)

આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More