Home> Business
Advertisement
Prev
Next

કોરોના સામે જંગમાં 500 કરોડના દાન બાદ દરરોજ 75000 મજૂરોને ભોજન કરાવશે Paytm


પેટીએમે કોરોના વાયરસના સંક્રમણના નિવારણને લઈને વિભિન્ન શહેરોમાં મજૂરોને ભોજન કરાવવા માટે કેવીએન ફાઉન્ડેશનની સાથે હાથ મિલાવવાની જાહેરાત કરી છે. 
 

કોરોના સામે જંગમાં 500 કરોડના દાન બાદ દરરોજ 75000 મજૂરોને ભોજન કરાવશે Paytm

મુંબઈઃ કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં પેટીએમ આગળ આવીને ભાગ લઈ રહ્યું છે. પહેલા પેટીએમે કોરોના માટે દવા વિકસિત કરનાર રિસર્ચર્સને પાંચ કરોડ આપવાની જાહેરાત કરી હતી. જ્યારે પીએમ મોદીએ દેશવાસિઓને પીએમ કેયર્સમાં દાન કરવાની અપીલ કરી તો કંપનીએ 500 કરોડ ભેગા કરવાનું લક્ષ્ય કર્યું અને હવે દરરોજ 75 હજાર મજૂરોને ભોજન કરાવશે. 

75 હજાર મજૂરોને દરરોજ ભોજન કરાવશે કંપની
પેટીએમે કોરોના વાયરસના સંક્રમણના નિવારણને લઈે વિભિન્ન શહેરોમાં મજૂરોને ભોજન કરાવવા માટે કેવીએન ફાઉન્ડેશનની સાથે હાથ મિલાવવાની જાહેરાત કરી છે. કંપનીએ મંગળવારે જારી એક નિવેદનમાં કહ્યું કે, તે મુંબઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, ચેન્નઈ અને નોઇડા જેવા શહેરોમાં દરરોજ 75 હજાર મજૂરોને ભોજન કરાવશે. 

કેવીએન ફાઉન્ડેશન સાથે મિલાવ્યો હાથ
પેટીએમના ઉપાધ્યક્ષ સિદ્ધાર્થ પાંડેયે કહ્યું, આ લૉકડાઉનને કારણે મજૂરોની કમાણી પ્રભાવિત થઈ છે. અમે તેમની મદદ કરવા ઈચ્છીએ છીએ અને તે નક્કી કરવા માગીએ છીએ કે તેના બાળકો અને પરિવારના સભ્યો ભૂખ્યા ન રહે. કેવીએન ફાઉન્ડેશનની સાથે ભાગીદારી આ દિશામાં ભરવામાં આવેલું પગલું છે. 

ભારતમાં કોરોડા લોકો પર ગરીબી અને બેરોજગારીનો ખતરો, વાંચો સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ

ફાઉન્ડેશનનું લક્ષ્ય 30 લાખ લોકોને ભોજન કરાવવાનું
કેવીએન ફાઉન્ડેશને 27 માર્ચે બેંગલુરીમાં 'ફીડ માય સિટી' મુહિમની શરૂઆત કરી છે. તે હેઠળ શરૂઆતમાં 500 એવા લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે, જેની આવત લૉકડાઉનને કારણે પ્રભાવિત થઈ છે. ફાઉન્ડેશનનું લક્ષ્ય આગામી કેટલાક સપ્તાહમાં 30 લાખ લોકોને ભોજન કરાવવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More