Home> Business
Advertisement
Prev
Next

2થી 3 લાખ રૂપિયામાં શરૂ કરો ફાયદાવાળો બિઝનેસ, આ બે બ્રાંડ્સ આપે છે તક

આ બ્રાંડ્સની ફ્રેંચાઇઝી ફી 2થી 3 લાખ રૂપિયાની વચ્ચે છે. તો બીજી તરફ તમારે કુલ રોકાણ 10 થી 22 લાખ રૂપિયા વચ્ચે કરવું પડશે.

2થી 3 લાખ રૂપિયામાં શરૂ કરો ફાયદાવાળો બિઝનેસ, આ બે બ્રાંડ્સ આપે છે તક

નવી દિલ્હી: કેટલીક એવી બ્રાંડ્સ છે, જેની સાથે તમે જોડાઇને તમે બિઝનેસ શરૂ કરી શકો છો. બસ તમારે આ બ્રાંડ્સની ફ્રેંચાઇઝી લેવી પડશે. ખાસ વાત એ છે કે આ બ્રાંડ્સની ફ્રેંચાઇઝી ફી 2થી 3 લાખ રૂપિયાની વચ્ચે છે. તો બીજી તરફ તમારે કુલ રોકાણ 10 થી 22 લાખ રૂપિયા વચ્ચે કરવું પડશે. આ બ્રાંડ્સ દેશભરમાં બિઝનેસ વિસ્તાર કરવા માંગો છો, જેના માટે પાર્ટનર્સની શોધખોળમાં છે. આ બ્રાંડ્સમાં ધ ચોકલેટ રૂમ અને પ્રેસ્ટો ઇંફોસોલ્યૂશન્સ સામેલ છે.

આવો જાણીએ છે કે આ બ્રાંડ્સ કયો બિઝનેસ કરે છે અને તેની ફ્રંચાઇઝી લેવા માટે તમારે શું કરવું પડશે. 

ધ ચોકલેટ રૂમ
હાલ ભારતમાં ટી અને કોફી રૂમનું ચલણ વધી રહ્યું છે. ધ ચોકલેટ રૂમના 140 આઉટલેટ્સ છે. કંપનીના અનુસાર, આગામી સમયમાં 15 નવા સ્ટોર્સ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. બ્રાંડ ત્રણ મોડલમાં ફ્રેંચાઇઝી આપે છે. ક્યોસ્ક, કોમ્પેક્ટ અને સ્ટેંડએલોન મોડલ. તેમાં રોકાણ અને એરિયાની જરૂરિયાત અલગ-અલગ છે. 

ક્યોસ્ક મોડલ
રોકાણ- 10-15 લાખ રૂપિયા
ફ્રેંચાઇઝી ફી- 2.5 લાખ રૂપિયા
એરિયા- 60-200 સ્ક્વેર ફૂટ

કોમ્પેક્ટ મોડલ
રોકાણ - 25-30 લાખ રૂપિયા
ફ્રેંચાઇઝી ફી - 5 લાખ રૂપિયા
એરિયા - 400-600 સ્ક્વેર ફૂટ

સ્ટેંડઅલોન મોડલ
રોકાણ - 40-50 લાખ રૂપિયા
ફ્રેંચાઇઝી ફી - 10 લાખ રૂપિયા
એરિયા - ઓછામાં ઓછા 800 સ્ક્વેર ફૂટ

શું છે શરત
આ બધા મોડૅલ પર ફ્રેંચાઇઝીને નેટ સેલ્સના 8 ટકા રોયલ્ટી તરીકે બ્રાંડને આપવા પડશે. 

કઇ છે બીજી બ્રાંડ
fallbacks

પ્રેસ્ટો ઇન્ફોસોલ્યૂશન્સ
કંપની વેલ્યૂ એડેડ ડિસ્ટ્રિબ્યૂટર છે, જે સરકાર અને એંટરપ્રાઇઝ કસ્ટમર્સને વિકસતી ટેક્નોલોજી સાથે સંકળાયેલા સોલ્યૂશન ઉપલબ્ધ કરાવે છે. કંપની પોલીકોમ સાથે વીડિયો કોંફ્રેંન્સિંગ સોલ્યૂશન્સ, એલ્વારિયોન સાથે વાઇમેક્સ, ગ્લોબલ, ગ્લોબલ મીડિયા સાથે ટેલીમેડિસિન અને રિટ્ટલ સાથે સિક્યોર ડેટા સેંતર જેવી પ્રોડક્ટ્સ ઓફર કરે છે. કંપની આઇટી કંસલ્ટિંગ અને ટ્રેનિંગ સર્વિસિઝ પણ આપે છે. 

કેટલી હશે ફી
ફ્રેંચાઇઝીને પોઇંટ ટુ/મલ્ટીપોઇંટ વીડિયો કોલિંગ, એચડી બ્રિઝ પોર્ટ સર્વિસ, રેકોર્ડિંગ એન્ડ કંટેંટ ડિસ્ટ્રિબ્યૂશન અને મેનેજડ એંડપોઇન્ટ સર્વિસિઝ આપવી પડશે. ફ્રેંચાઇઝી ફી 2 લાખ રૂપિયા સુધી હશે. કુલ રોકાણ 22 લાખ રૂપિયા સુધી થઇ શકે છે. પે-બેક પીરિયડ એક વર્ષ સુધી થઇ શકે છે, જ્યારે ફ્રેંચાઇઝી એગ્રીમેંટ 4.5 વર્ષનો રહેશે. ફ્રેંચાઇઝી માટે કોઇપણ પ્રકારના એરિયાની જરૂર પડશે નહી. 

બ્રાંડની ફેંચાઇઝી એજ્યુકેશન સેગમેંટ સાથે સંકળાયેલ પ્રોફેશનલ્સ, આઇટી પ્રોફેશનલ્સ અને ટેક્નિકલ નોલેજ ધરાવનાર લોકો લઇ શકે છે. ફ્રેંચાઇઝી લેવા માટે તમે ઇ-મેલ franchise@presto.co.in પર પૂછપરછ કરી શકો છો. 09818838890 પર પણ ફોન કરીને જાણકારી લઇ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More