Home> Business
Advertisement
Prev
Next

વિરોધ બાદ આજે ન વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ ભાવે અમદાવાદમાં મળશે..

ડીઝલ-પેટ્રોલના ભાવમાં દેશવ્યાપી વિરોધ સામે આવ્યા બાદ હવે આજે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel price today) માં કોઈ પરિવર્તન આવ્યું નથી. જોકે, આ મહિને સતત 21 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં કમરતોડ ભાવ વધારો થયો છે, પરંતુ આજે 22મા દિવસે ભાવ વધારો કરાયો નથી. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 77.88 રૂપિયા તથા ડીઝલનો ભાવ 77.81 રૂપિયા છે. ગઈકાલે સોમવારે ડીઝલ 13 પૈસા મોંઘું અને પેટ્રોલના કિંમતમાં 5 પૈસાનો વધારો થયો હતો. 

વિરોધ બાદ આજે ન વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ ભાવે અમદાવાદમાં મળશે..

ઝી મીડિયા/બ્યૂરો :ડીઝલ-પેટ્રોલના ભાવમાં દેશવ્યાપી વિરોધ સામે આવ્યા બાદ હવે આજે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel price today) માં કોઈ પરિવર્તન આવ્યું નથી. જોકે, આ મહિને સતત 21 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં કમરતોડ ભાવ વધારો થયો છે, પરંતુ આજે 22મા દિવસે ભાવ વધારો કરાયો નથી. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 77.88 રૂપિયા તથા ડીઝલનો ભાવ 77.81 રૂપિયા છે. ગઈકાલે સોમવારે ડીઝલ 13 પૈસા મોંઘું અને પેટ્રોલના કિંમતમાં 5 પૈસાનો વધારો થયો હતો. 

રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ?... આવા પોસ્ટર લાગ્યા અમદાવાદના ફેમસ રોડ પર....

શહેર              પેટ્રોલનો ભાવ          ડીઝલનો ભાવ 
અમદાવાદ           77.88                    77.81
દિલ્હી                  80.43                    80.53
મુંબઈ                  87.19                    78.83
ચેન્નઈ                  83.63                    77.72
કોલકાત્તા              82.1                     75.64

સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ બાદ આખરે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી

સતત 21 દિવસ રાહત મળી
સરકારી તેલ કંપનીઓ (Government oil companies) એ આ મહિને સતત 21 દિવસ સુધી બળતણના ભાવમાં વધારો કર્યો છે. જેના બાદ રવિવારે બ્રેક લીધો હતો. એટલે કે સોમવારે વધારો કરવામાં આવ્યો હતો. દેશભરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના બાદ આજે મંગળવારે ભાવમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 80.43 રૂપિયા તથા ડીઝલનો ભાવ 80.53 રૂપિયા છે. 

6 વર્ષની કુમળી વયે કેવું ઓનલાઈન શિક્ષણ? HCએ ગુજરાત સરકાર પાસેથી માંગ્યો જવાબ

તમારા શહેરમાં આજના ભાવ
પેટ્રોલ ડીઝલના ભાવમાં રોજ બદલાવ આવતા રહે છે. સવારે 6 વાગે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના ભાવ તમે  SMS ના માધ્યમથી જાણી શકો છો. (How to check diesel petrol price daily)। ઈન્ડિયન ઓઈલના ગ્રાહક RSP લખીને  9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મેસેજ મોકલીને માહિતી મેળવી શકે છે. તો એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More