Home> Business
Advertisement
Prev
Next

Old Pension Vs New Pension Scheme: નવી પેન્શન યોજના કે જૂની પેન્શન યોજના...જાણો કઈ છે વધુ ફાયદાકારક અને કેમ મચેલો છે હોબાળો

New Pension Scheme: સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગૂ કરવાની માંગણી તેજ થઈ રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢ તરફથી આ યોજનાને તાજેતરમાં લાગૂ કરી દેવાયેલી છે. પંજાબમાં આપ સરકાર જૂની પેન્શન યોજના લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્ર તરફથી તેના પર કોઈ પણ જવાબ અપાયો નથી. જાણો બંને યોજનાઓ વિશે વિગતો....

Old Pension Vs New Pension Scheme: નવી પેન્શન યોજના કે જૂની પેન્શન યોજના...જાણો કઈ છે વધુ ફાયદાકારક અને કેમ મચેલો છે હોબાળો

Old Pension Scheme: લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગૂ કરવાની માંગણી તેજ થઈ રહી છે. જૂની પેન્શન યોજનાને ફરીથી બહાલ કરવાની જાહેરાત સૌથી પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરી હતી. તેમણે માર્ચ 2022માં બજેટ રજૂ કરતી વખતે વિધાનસભામાં સાત લાખ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને બહાલ કરવાની જાહેરાત કરી હતી. રાજસ્થાન બાદ પંજાબ, ઝારખંડ, છત્તીસગઢ સરકારે પણ જૂની પેન્શન યોજનાને બહાલ કરવાની જાહેરાત કરી છે. 

શ્રમિક સંગઠનોએ ઓનલાઈન બેઠકમાં ભાગ ન લીધો
રાજસ્થાન અને છત્તીસગઢ તરફથી આ યોજનાને તાજેતરમાં લાગૂ કરી દેવાયેલી છે. પંજાબમાં આપ સરકાર જૂની પેન્શન યોજના લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્ર તરફથી તેના પર કોઈ પણ જવાબ અપાયો નથી. શ્રમિક સંગઠનોએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને જૂની પેન્શન વ્યવસ્થા (OPS) લાગૂ કરવાની માંગણી કરી હતી. શ્રમિક સંગઠનોએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે બેસીને વાત કરવાની માંગણી કરતા ઓનલાઈન બેઠકમાં ભાગ લીધો નહીં. 

આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું જૂની પેન્શન યોજનાને લાગૂ કરવી ભવિષ્ય માટે યોગ્ય સાબિત થશે. જાણકારોનું તો એટલે સુધી કહેવું છે કે કરજમાં ડૂબેલા રાજ્યો જો જૂની પેન્શન યોજના લાગૂ કરે તો તેનાથી તેમના માટે આવનારા સમયમાં મુસીબત પેદા થઈ શકે છે. તેનાથી આવનારી સરકાર પર નાણાકીય બોજો વધી જશે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ બેરીએ હાલમાં સ્પષ્ટ કહ્યું હતું કે રાજ્ય સરકારો તરફથી ઉઠાવવામાં આવેલા આ પગલાંથી ભવિષ્યના ટેક્સપેયર્સ પર બોજ પડશે. 

શું છે આ જૂની પેન્શન યોજના?
આ યોજનામાં સેવાનિવૃત્તિ સમયે કર્મચારને પગારની અડધી રકમ પેન્શન તરીકે અપાય છે. જૂની પેન્શન યોજના હેઠળ જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)ની જોગવાઈ અપાઈ છે. આ યોજનામાં કર્મચારીને 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુઈટી મળવાની સુવિધા છે. દર છ મહિના બાદ તેમાં ડીએ વધારવામાં આવે છે. આ યોજના હેઠળ પેન્શનની રકમની ચૂકવણી સરકારના ખજાના એટલે કે ટ્રેઝરીથી થાય છે. સેવાનિવૃત્ત કર્મચારીનું મોત થાય તો નિયમ મુજબ પેન્શનની રકમ તેના પરિજનોને મળે છે. આ યોજનામાં કર્મચારીના વેતનમાંથી કોઈ પણ પ્રકારની રકમ કપાતી નથી. 

નવી પેન્શન યોજના શું છે?
નવી પેન્શન યોજનામાં બેસિક સેલરી અને ડીએનો 10 ટકા ભાગ કપાય છે. રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) સંપૂર્ણ રીતે શેર બજારની ચાલ પર આધારિત છે. તેમાં 60 વર્ષ બાદ પેન્શન મેળવવા માટે એનપીએસ ફંડનું 40 ટ કા રોકાણ કરવાનું હોય છે. એટલે કે તમને 60 ટકા રકમમાંથી પેન્શન મળે છે. આ યોજનામાં રિટાયરમેન્ટ બાદ પેન્શનની ગેરંટી નથી. ન તો પરિજનો માટે કોઈ સુવિધા છે. તેમાં ડીએ વધારવાની પણ કોઈ જોગવાઈ નથી. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

અત્રે જણાવવાનું કે અટલ બિહારી વાજપેયી સરકારના કાર્યકાળમાં જૂની પેન્શન યોજના (OPS) ને ખતમ કરવામાં આવી હતી. આ સાથે જ જાન્યુઆરી 2004થી રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS) લાગૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. હકીકતમાં NPS અંશદાન (નિર્ધારિત ફાળો) પર આધારિત પેન્શન યોજના છે અને તેમાં મોંઘવારી ભથ્થાની કોઈ જોગવાઈ હોતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More