Home> Business
Advertisement
Prev
Next

ભારતની દિગ્ગજ EV કંપની Ola Electric લોન્ચ કરશે ₹7250 કરોડનો આઈપીઓ, સેબીએ આપી મંજૂરી

ઈલેક્ટ્રિક વાહન નિર્માતા ઓલાને સેબી પાસેથી આઈપીઓની મંજૂરી મળી ગઈ છે. ઓલા ઈલેક્ટ્રિકને 7250 કરોડ રૂપિયા ભેગા કરવાની મંજૂરી મળી છે. 

ભારતની દિગ્ગજ EV કંપની Ola Electric લોન્ચ કરશે ₹7250 કરોડનો આઈપીઓ, સેબીએ આપી મંજૂરી

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક વાહન નિર્માતા Ola Electric ને માર્કેટ રેગુલેટર સેપી પાસેથી 7250 કરોડ રૂપિયા ભેગા કરવા માટે આઈપીઓને મંજૂરી મળી ગઈ છે. તેમાં ₹5,500 કરોડનો ફ્રેશ ઈશ્યૂ હશે અને 1750 કરોડનો OFS હશે. છેલ્લા ઘણા સમયથી ઓલા ઈવીના આઈપીઓને લઈને ચર્ચા ચાલી રહી હતી, હવે કંપનીને મંજૂરી મળી ગઈ છે.  

આ 20થી વધુ વર્ષમાં ભારતમાં કોઈ વાહન વિનિર્માણનો પ્રથમ આઈપીઓ હશે. તો ઈલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ તો તે ભારતની પ્રથમ ઈવી કંપની હશે, જે શેર બજારમાં લિસ્ટ થશે. ઘણા સમયથી લકો ઓલા ઈવીના આઈપીઓની રાહ જોઈ રહ્યાં હતા, હવે તેની આતૂરતાનો અંત આવી જશે. 

આઈપીઓથી મળનાર પૈસાનો ઉપયોગ ઓલા ગિગાફેક્ટરી પ્રોજેક્ટ માટે ઓસીટીની સાથે-સાથે લોન ચુકવવા માટે થશે. તો કેટલાક જરૂરી ખર્ચ માટે પણ આ પૈસાનો ઉપયોગ થશે. આ સિવાય ઓલા ઈલેક્ટ્રિક આઈપીઓથી મળેલા પૈસાનો એક ભાગ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે ખર્ચ કરશે. 

ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવે છે. સોફ્ટબેન્ક અને Temasek જેવા દિગ્ગજ ઈન્વેસ્ટરોથી તેનું બેકિંગ છે. કંપનીએ ડિસેમ્બર 2021માં પોતાનું સેલ શરૂ કર્યું હતું અને અત્યાર સુધી 3.53 લાખ યુનિટ વેચી ચૂકી છે. ભાવેશ અગ્રવાલની ઓલા ઈલેક્ટ્રિકે નાણાકીય વર્ષ 2023માં આશરે 1472 કરોડની ખોટ સહન કરી હતી, જે તેની પહેલાની તુલનામાં ડબલ હતી. 2022માં કંપનીને 784.1 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More