Home> Business
Advertisement
Prev
Next

જુલાઈની શરૂઆતમાં જ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત? જાણો આજનો લેટેસ્ટ ભાવ

Petrol-Diesel Price Today: ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કર્યો છે. 14 માર્ચે મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો..જોકે, આજે શું સ્થિતિ છે એ પણ જાણી લો...

જુલાઈની શરૂઆતમાં જ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત? જાણો આજનો લેટેસ્ટ ભાવ
Updated: Jul 02, 2024, 09:08 AM IST

Petrol-Diesel Price Today: વધતી જતી મોંઘવારી સામાન્ય માણસ માટે મુશ્કેલીનો સબક બની છે. એવામાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. ત્યારે આજે ભાવ ઘટ્યાં કે વધ્યાં જાણો વિગતવાર...તેલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ કેટલાક રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો છે, ત્યારબાદ કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે.

સરકારી તેલ કંપનીઓએ 2 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. 2જી જુલાઈના રોજ સવારે વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલની નવીનતમ ભાવ યાદી અપડેટ કરવામાં આવી છે. જો કે તેલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ કેટલાક રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો છે, જેના પછી કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. જો કે આ ફેરફાર એકદમ નાનો છે. અહીં તમે તમારા શહેરનું સ્ટેટસ મેળવી શકો છો.

છેલ્લે માર્ચમાં કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતોઃ
ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કર્યો છે. 14 માર્ચે મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી કોઈ સારા સમાચાર આપવામાં આવ્યા નથી. અહીં તમે તમારા સંબંધિત શહેરના દરો વિશે માહિતી મેળવી શકો છો.

જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવઃ

શહેર        પેટ્રોલ         ડીઝલ

દિલ્હી         94.72         87.62
મુંબઈ         103.94         89.97
કોલકાતા         103.94         90.76
ચેન્નાઈ         100.85         92.44
બેંગલુરુ         102.86         88.94
લખનૌ         94.65         87.76
નોઇડા         94.66         87.76
ગુરુગ્રામ         94.98         87.85
ચંદીગઢ         94.24         82.40
પટના         105.42         92.27

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છોઃ
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે