Home> Business
Advertisement
Prev
Next

Petrol Diesel Price: આનંદો...ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું

Petrol Diesel Price: લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Petrol Diesel Price: આનંદો...ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું
Updated: Mar 15, 2024, 08:29 AM IST

Petrol Diesel Price: લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા છે.  નવા ભાવ આવતી કાલથી એટલે કે 15મી માર્ચના રોજ સવારે 6 વાગ્યાથી લાગૂ થશે. જાણો ગુજરાતમાં હવે શું ભાવ થશે. 

આટલા ઘટ્યા ભાવ
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવ ઘટાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવાર ફરીથી સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પોતાના પરિવારનું હિત અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે.  અત્રે જણાવવાનું કે આવતી કાલે સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગૂ થશે. 

તેમણે કહ્યું કે જ્યારે વિશ્વ મુશ્કિલ દૌરમાંથી પસાર થઈ રહ્યું હતું, વિક્સિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવોમાં 50-72 ટકા સુધીનો વધારો થયો અને આપણી આસપાસના અનેક દેશોમાં તો પેટ્રોલ મળવાનું જ બંધ થઈ ગયું હતું. 50 વર્ષના સૌથી મોટા ઓઈલ સંકટ છતાં પીએમ મોદીના દૂરંદર્શી અને સહજ નેતૃત્વના કારણે પીએમ મોદીના પરિવારને આંચ આવી નહીં. 

હરદીપ સિંહ પૂરીએ એમ પણ કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ હતો જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નહીં, પરંતુ ઓછા થયા. અમે જ્યાંથી શક્ય બન્યું ત્યાંથી દેશવાસીઓ માટે પેટ્રોલ ખરીદ્યું. મોદીજીના પ્રધાનમંત્રી બન્યા પહેલા આપણે 27 દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા હતા પરંતુ તેમના નેતૃત્વમાં આપણા દેશવાસીઓને સસ્તું પેટ્રોલ, ડીઝલ અને ગેસ પહોંચાડવા માટે આ દાયરાને વધાર્યો અને હવે આપણે 39 દેશો પાસેથી મોદીના પરિવારની જરૂરિયાતો પૂરી પાડવા માટે ક્રૂડ ઓઈલ ખરીદીએ છીએ. 

ગુજરાતમાં આ ભાવે મળશે પેટ્રોલ
નવા ભાવ લાગૂ થતા અમદાવાદમાં પેટ્રોલનો ભાવ જે પહેલા પ્રતિ લિટર 96 રૂપિયાની આજુૂબાજુ હતો તે હવે 93.50 રૂપિયા જેટલો થશે અને ડિઝલ જે પ્રતિ લિટર 92 રૂપિયાનો ભાવ હતો તે હવે 89.50 પૈસા થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે