Home> Business
Advertisement
Prev
Next

જેના પર મચ્યું છે ઘમસાણ, તે રાફેલ વિમાનની ખુબીઓ જાણી દંગ રહેશો, IAF થશે ખુબ મજબુત

રાફેલ ડીલને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે ઈન્ડિયન એરફોર્સ વર્ષના અંત સુધીમાં પાઈલટ્સના એક ગ્રુપને રાફેલ વિમાનની ટ્રેનિંગ માટે ફ્રાન્સ મોકલવાની તૈયારી કરી રહી છે.

જેના પર મચ્યું છે ઘમસાણ, તે રાફેલ વિમાનની ખુબીઓ જાણી દંગ રહેશો, IAF થશે ખુબ મજબુત

નવી દિલ્હી: રાફેલ ડીલને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે ઈન્ડિયન એરફોર્સ વર્ષના અંત સુધીમાં પાઈલટ્સના એક ગ્રુપને રાફેલ વિમાનની ટ્રેનિંગ માટે ફ્રાન્સ મોકલવાની તૈયારી કરી રહી છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી વર્ષ સપ્ટેમ્બરથી અભૂતપૂર્વ ક્ષમતાવાળા આ વિમાનોની આપૂર્તિ શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે ભારત સરકારે વર્ષ 2016માં 36 ફાઈટર જેટ ખરીદવાનો કરાર ફ્રાન્સ સાથે કર્યો હતો. રાફેલ વિમાનો  આવ્યાં બાદ ભારતીય વાયુસેનાની તાકાત જબરદસ્ત વધી જશે. 

એક સ્ક્વોડ્રનમાં 16થી 18 ફાઈટર જેટ
ફ્રાન્સથી આવનારા આ 36 વિમાનોને બે સ્ક્વોડ્રનમાં વહેંચવામાં આવશે. એક સ્ક્વોડ્રનમાં 16થી 18 વિમાનો રખાય છે. પહેલા સ્ક્વોડ્રનને પાકિસ્તાન સાથે મુકાબલા માટે અંબાલામાં અને બીજાને ચીન સાથે મુકાબલા માટે પશ્ચિમ બંગાળના હાશિમપુરામાં તહેનાત કરવામાં આવશે. આ વિમાનની મારક ક્ષમતાથી લઈને રફ્તાર અને અન્ય ખુબીઓ પણ ખુબ દમદાર છે. તેની વધુમાં વધુ રફ્તાર 2,390 કિમી પ્રતિ કલાક છે. આ વિમાનની ખાસિયત એ છે કે તે રડારની પકડમાં આવતા નથી. 

fallbacks

હાલ ઈન્ડિયન એરફોર્સમાં 836 વિમાન
હાલ ભારતીય વાયુસેના પાસે 31 સ્ક્વોડ્રન ફાઈટર જેટ છે. રાફેલ હાલના ફાઈટર વિમાનોની સરખામણીમાં લંબાઈ અને પહોળાઈ મામલે ખુબ ઓછા અને હળવા વજન વાળા છે. તેની લંબાઈ 15.27 મીટર, ઉંચાઈ 5.34 મીટર અને તેના વિંગસ્પેન 34.4 ફૂટ છે. ટુ સીટર રાફેલનું હથિયારો વગર વજન 10,300 (લગભગ 10 ટીન) છે. જ્યારે હથિયારો સાથે તેનું વજન 14,016 કિગ્રા છે. તેની રેન્જ 1,000 નોટિકલ માઈલ છે. હાલ ઈન્ડિયન એરફોર્સમાં 836 વિમાન છે. જેમાંથી 450 વિમાન જ યુદ્ધમાં ભૂમિકા ભજવી શકવા સક્ષમ છે. આ ઉપરાંત રાફેલ વિમાનો આવવાથી ભારતીય વાયુસેનાની મજબુતાઈ અને મારક ક્ષમતા પણ ખુબ વધશે. 

એક નજરમાં રાફેલ વિમાનોની વિશિષ્ટતાઓ

- રાફેલ વિમાન એક વખતમાં લગભગ 26 ટન (26,000 કિગ્રા) વજન ઉઠાવી શકે છે.
- આ વિમાન 3,700 કિમીના  રેડિયસમાં ક્યાંય પણ હુમલો કરવા માટે સક્ષમ છે. 
- તે 36થી 60 ફૂટ ઊંચાઈ સુધી ઉડાણ ભરી શકે છે અને ત્યાં સુધી માત્ર એક જ મિનિટમાં પહોંચી શકે છે. 
- એકવાર ફ્યૂલ ફરવાથી તે સતત 10 કલાકની ઉડાણ ભરી શકે છે. 
- રાફેલ પર લાગેલી ગન એક મિનિટમાં 125 ફાયર કરવામાં સક્ષમ છે અને તે દરેક ઋતુમાં લાંબા અંતરના ખતરાને સૂંઘી લે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More