Home> Business
Advertisement
Prev
Next

પત્નીના નામે આજે જ ખોલાવો આ સ્પેશિયલ એકાઉન્ટ, દર મહિને મળશે 44,793 રૂપિયા, જાણો રીત

તમે ન્યૂ પેંશન સિસ્ટમ (NPS) એકાઉન્ટમાં પોતાની સુવિધા અનુસાર દર મહિને અથવા વર્ષે પૈસા જમા કરાવી શકો છો. તમે ફક્ત 1000 રૂપિયાથી પણ પત્નીના નામે NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. 60 વર્ષમાં  NPS એકાઉન્ટ મેચ્યોર થઇ જાય છે. નવા નિયમો હેઠળ તમે ઇચ્છો તો વાઇફની ઉંમર 65 વર્ષ થાય ત્યાં સુધી પણ  NPS એકાઉન્ટ ચલાવી શકો છો. 

પત્નીના નામે આજે જ ખોલાવો આ સ્પેશિયલ એકાઉન્ટ, દર મહિને મળશે 44,793 રૂપિયા, જાણો રીત

નવી દિલ્હી: જો તમે ઇચ્છો છો કે તમારી પત્ની પણ આત્મનિર્ભર બને જેથી તમારી ગેરહાજરીમાં ઘરમાં એક રેગુલર ઇનકમ આવતી રહે અને ભવિષ્યમાં તમારી પત્ની પૈસા માટે કોઇપણ પર નિર્ભર ન રહે તો તમે આજે જ તેમના માટે રેગુલર ઇનકમની વ્યવસ્થા કરી શકો છો. તેના માટે તમારે National Pension Scheme માં રોકાણ કરવું જોઇએ. 

પત્નીના નામે ખોલો ન્યૂ પેંશન સિસ્ટમ એકાઉન્ટ
તમે તમારી પત્નીના નામે ન્યૂ પેંશન સિસ્ટમ એકાઉન્ટ ખોલી શકો છો. NPS એકાઉન્ટ તમારી પત્નીને 60 વર્ષની ઉંમર થતાં એક રકમ આપશે. સાથે જ દર મહિને તેમને પેંશનના રૂપમાં રેગુલર ઇનકમ પણ આપશે. એટલું જ નહી, NPS એકાઉન્ટ સાથે તમે એ પણ નક્કી કરી શકો છો કે તમારી પત્નીને દર મહિને કેટલી પેંશન મળશે. તેનાથી તમારી વાઇફ 60 વર્ષની ઉંમર બાદ પૈસા માટે કોઇપણ પણ નિર્ભર રહેશે નહી. આવો જાણીએ આ સ્કીમ વિશે વિસ્તારપૂર્વક.

રોકાણ કરવું પણ એકદમ સરળ
તમે ન્યૂ પેંશન સિસ્ટમ (NPS) એકાઉન્ટમાં પોતાની સુવિધા અનુસાર દર મહિને અથવા વર્ષે પૈસા જમા કરાવી શકો છો. તમે ફક્ત 1000 રૂપિયાથી પણ પત્નીના નામે NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. 60 વર્ષમાં  NPS એકાઉન્ટ મેચ્યોર થઇ જાય છે. નવા નિયમો હેઠળ તમે ઇચ્છો તો વાઇફની ઉંમર 65 વર્ષ થાય ત્યાં સુધી પણ  NPS એકાઉન્ટ ચલાવી શકો છો. 

45 હજાર સુધીની માસિક આવક
ઉદાહરણ તરીકે સમજીએ- જો તમારી પત્ની 30 વર્ષની છે અને તમે તેના NPS ખાતામાં દર મહિને રૂ. 5000નું રોકાણ કરો છો. જો તેને વાર્ષિક રોકાણ પર 10 ટકા વળતર મળે છે, તો 60 વર્ષની ઉંમરે તેના ખાતામાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે. આમાંથી તેમને લગભગ 45 લાખ રૂપિયા મળશે. આ સિવાય તેમને દર મહિને લગભગ 45,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. સૌથી મહત્વની વાત એ છે કે તેમને આજીવન આ પેન્શન મળતું રહેશે.

એકસાથે રકમ કેટલી હશે અને પેન્શન કેટલું હશે?
ઉંમર - 30 વર્ષ
કુલ રોકાણનો સમયગાળો- 30 વર્ષ
માસિક યોગદાન – રૂ. 5,000
રોકાણ પર અંદાજિત વળતર - 10%
કુલ પેન્શન ફંડ - રૂ 1,11,98,471 (મેચ્યોરિટી પર રકમ ઉપાડી શકાય છે)
વાર્ષિકી પ્લાન ખરીદવાની રકમ - રૂ 44,79,388
અંદાજિત વાર્ષિકી દર 8% - રૂ. 67,19,083
માસિક પેન્શન- રૂ 44,793.

ફંડ મેનેજર કરે છે એકાઉન્ટ મેનેજમેન્ટ
NPS કેન્દ્ર સરકારની સોશિયલ સિક્યોરિટી સ્કીમ (Social Security Scheme) છે. આ સ્કીમમાં તમે જે પૈસા રોકો છો તેનું મેનેજમેન્ટ પ્રોફેશનલ ફંડ મેનેજર કરે છે. કેન્દ્ર સરકાર આ પ્રોફેશનલ ફંડ મેનેજર્સને તેની જવાબદારી આપે છે. એવામાં NPS તમારું રોકાણ પુરી રીતે સુરક્ષિત રાખે છે. જોકે આ સ્કીમ હેઠળ તમે જે પૈસા રોકાણ કરો છો, તેના પર રિટર્નની ગેરેન્ટી હોતી નથી. ફાઇનેંશિયલ પ્લાનર્સના અનુસાર NPS એ શરૂઆત બાદથી અત્યાર સુધી વર્ષના સરેરાશ 10 થી 11 ટકા રિટર્ન આપ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More