Home> Business
Advertisement
Prev
Next

Coronavirus: હવે વીમા પ્રીમિયમ માટે ચૂકવવા પડશે વધુ પૈસા, જાણો શું છે કારણ

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના 1.50 લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પરંતુ આ મહામારીની વચ્ચે વીમા કંપનીઓ ગુપ્ત રીતે તમારા ખિસ્સામાંથી પ્રવેશી રહી છે. દેશની  મોટાભાગની વીમા કંપનીઓએ તેમના વીમા પોલીસના પ્રીમિયમમાં વધારો કર્યો છે. હવે તમારે વીમાનું પ્રીમિયમ ભરવા માટે વધારે પૈસા ચુકવવા પડશે.

Coronavirus: હવે વીમા પ્રીમિયમ માટે ચૂકવવા પડશે વધુ પૈસા, જાણો શું છે કારણ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના 1.50 લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પરંતુ આ મહામારીની વચ્ચે વીમા કંપનીઓ ગુપ્ત રીતે તમારા ખિસ્સામાંથી પ્રવેશી રહી છે. દેશની  મોટાભાગની વીમા કંપનીઓએ તેમના વીમા પોલીસના પ્રીમિયમમાં વધારો કર્યો છે. હવે તમારે વીમાનું પ્રીમિયમ ભરવા માટે વધારે પૈસા ચુકવવા પડશે.

આ પણ વાંચો:- લૉકડાઉનની અસરઃ TVS મોટરે કર્મચારીઓના પગારમાં કર્યો 20 ટકાનો ઘટાડો

20 ટકા સુધી વધ્યું પ્રીમિયમ
નિષ્ણાંતોનું કહેવું છે કે દેશમાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક વધ્યો છે. આને કારણે, વીમા કંપનીઓ પર અચાનક ડેથ ક્લેમ (Death Claim) આપવાનો દર પણ વધ્યો છે. તમામ વીમા કંપનીઓએ તેમના પરનો ભાર ઘટાડવા માટે હવે પ્રીમિયમ વધારવાનું નક્કી કર્યું છે. નિષ્ણાતો કહે છે કે વીમા કંપનીઓએ તેમની તમામ ટર્મ વીમા પોલિસીના પ્રીમિયમમાં 20 ટકાનો વધારો કર્યો છે.

આ પણ વાંચો:- શોપિંગ મોલને 2 મહિનામાં 90 હજાર કરોડ રૂપિયાનું નુકસાન, ASCAIએ માગી રાહત

આ કંપનીઓએ વધાર્યું ટર્મ વીમાનું પ્રીમિયમ
સૂત્રોના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનામાં જ, એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ (HDFC Life Insurance), ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ (Tata AIA Life Insurance) અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ (ICICI Prudential Life Insurance)એ લાઇફ ટર્મ વીમાના પ્રીમિયમમાં 20% નો વધારો કર્યો છે. જૂન મહિનામાં પણ ઘણી વીમા કંપનીઓ પ્રીમિયમ વધારી શકે છે.

આ પણ વાંચો:- Lockdownમાં છુટછાટથી સોનાના ભાવમાં તેજી, જાણો ક્યાં સુધી જઈ શકે છે કિંમત

ઉલ્લેખનીય છે કે, કોઈપણ વીમા કંપની એવું માનીને ચાલતી હોય છે કે, વર્ષના 10,000 વીમા કરાવનાર લોકોમાંથી માત્ર 3 લોકોનું કોઈ કારણથી મોત થયા છે. પરંતુ ગત મહિનામાં તેની સરેરાશ બદલાઈ ગઈ છે. હવે પ્રતિ 10,000 લોકોમાંથી 4 અથવા 4.5 લોકોના મોત થઈ રહ્યાં છે. ટર્મ વીમા અંતર્ગત મોત થવા પર સરેરાશ 1 કરોડ રૂપિયા સુધીની રમક આપવામાં આવે છે. એવામાં મૃતકની સંખ્યા વધવાથી વીમા કંપનીઓ પર મોટો ભાર પડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More