Home> Business
Advertisement
Prev
Next

તમારા કામના છે આ 3 મોટા સમાચાર, Aadhaar, પાસપોર્ટ બધા પર મળશે જોરદાર ફાયદો

આધાર કાર્ડ, પાસપોર્ટ અને હવાઇ મુસાફરી સાથે જોડાયેલા 3 મોટા સમાચારો, જે તમારા જીવન પર અસર પાડે છે. એટલા માટે એક જ પેકેજમાં ત્રણ મોટા સમાચારો આપી રહ્યા છીએ, જેથી તમારાથી કોઇ જાણકારી છૂટી ન જાય. ભારતીય અનન્ય ઓળખ અધિકારી (યૂઆઇડીએઆઇ)એ એક નવી સુવિધા શરૂ કરી છે. 

તમારા કામના છે આ 3 મોટા સમાચાર, Aadhaar, પાસપોર્ટ બધા પર મળશે જોરદાર ફાયદો

નવી દિલ્હી: આધાર કાર્ડ, પાસપોર્ટ અને હવાઇ મુસાફરી સાથે જોડાયેલા 3 મોટા સમાચારો, જે તમારા જીવન પર અસર પાડે છે. એટલા માટે એક જ પેકેજમાં ત્રણ મોટા સમાચારો આપી રહ્યા છીએ, જેથી તમારાથી કોઇ જાણકારી છૂટી ન જાય. ભારતીય અનન્ય ઓળખ અધિકારી (યૂઆઇડીએઆઇ)એ એક નવી સુવિધા શરૂ કરી છે. જેના હેઠળ યૂજર પોતાના આધારમાં કરેલા ફેરફારોની વિગતો પણ ઓનલાઇન પ્રાપ્ત કરી શકશે. યૂઆઇડીએઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે આ વિવરણને ડાઉનલોડ કરી વિભિન્ન અધિકારીઓ દ્વારા માંગવામાં આવતાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આધારમાં ફેરફારનું વિગતો હવે ઓનલાઇન મળશે.

ગુજરાત પોલીસનો સર્વે: પૈસા માટે સેક્સ માણી રહ્યા છે વિદ્યાર્થી, 50% વિદ્યાર્થીને દારૂ અને ડ્રગ્સની લત 

બીટા સંસ્કરણ લોંચ કરવામાં આવ્યું
અજય ભૂષણ પાંડેએ કહ્યું કે 'આ વધુ એક નવી ખાસ સુવિધા છે, જેના માધ્યમથી પોતાના આધારમાં ફેરફારની વિગતો (ઇતિહાસ) યૂઆઇડીએઆઇની વેબસાઇટ પર લઇ શકશો. તેની ટેસ્ટીંગ (બીટા) વર્જન લોંચ કરવામાં આવ્યું છે.' તેના માટે આધાર ધારકોને યૂઆઇડીએઆઇ વેબસાઇટ પર આધાર 'અપડેટ હિસ્ટ્રી'નો ઉપયોગ કરવો પડશે.

એર ઇન્ડીયાએ વધાર્યો ચાર્જ
એર ઇન્ડીયાએ ઘરેલૂ ઉડાણોમાં નક્કી સીમાથી વધુ સામાન લઇ જવા પર પ્રતિકિલોએ 100 રૂપિયાનો ચાર્જ વધારો છે. અત્યારે એરલાઇન્સ વધારાના ભાર પર પ્રતિ કિલો 400 રૂપિયાના હિસાબે ચાર્જ વસૂલે છે. 11 જૂનથી આ ભાવ 500 રૂપિયા પ્રતિ કિલો થઇ જશે. નવા ભાવ ક્ષેત્રીય સહયોગી 'એરલાઇન્સ એર'ને છોડીને એર ઇન્ડીયાની બધી ઘરેલૂ ઉડાનો પર લાગૂ થશે. વધેલા ભાવ પર ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરનારાઓને 5% અને અન્ય ક્લાસવાળૅઅઓને 12% જીએસટી પણ ચૂકવવો પડશે.

મેવાણી વિરૂદ્ધ માનહાનિનો કેસ, મહિલા પત્રકારે કહ્યું- મને કંઇપણ થશે તો સમજી જજો કોણે કરાવ્યું

આમની પાસેથી નહી વસૂલવામાં આવે GST
જોકે, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, અસમ, મણિપુર, મેઘાલય, નાગાલેંડ, સિક્કિમ અને પશ્વિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પરથી મુસાફરો કરનારાઓ અથવા ત્યાંથી આવનારા પાસેથી જીએસટી વસૂલવામાં નહી આવે. 

વિદેશ મંત્રાલયનું સર્કુલર
પાસપોર્ટ મટે અરજી કરતી વખતે હવે અરજદારોએ બે લોકોનો રેફરન્સ આપવાની જરૂર નહી પડે. વિદેશ મંત્રાલયના નિયમોને સરળ કરતાં તેની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. આ સંબંધ વિદેશ મંત્રાલયે સર્કુલર જાહેર કરી દીધું છે, જેને તાત્કાલિક ધોરણે લાગૂ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More