Home> Business
Advertisement
Prev
Next

ઇલેક્ટ્રિક કાર લેનારાઓ માટે આ કંપનીની ભેટ, નોઇડામાં બનશે 100 ચાર્જિંગ સ્ટેશન

સરકારી કંપની ઇઇએસએલ (EESL) એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે નોઇડા ઓથોરિટીની સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ કંપની નોઇડામાં લગભગ 100 ચાર્જિંગ સ્ટેશન બનાવશે. વિજળી મંત્રાલયના આધીન આવનાર એનર્જી એફિશિએન્સી સર્વિસ લિમિટેડ (ઇઇએસએલ)એ એક નિવેદનમાં કહ્યું ઇઇએસએલએ નોઇડામાં લગભગ 100 પલ્બિક ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ઓથોરિટી સાથે કરાર કર્યો છે. આ કરારનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે. તેનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સંબંધિત ઇંફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે અને ઇલેક્ટ્રિક વાહન અપનાવવામાં તેજી આવશે. 

ઇલેક્ટ્રિક કાર લેનારાઓ માટે આ કંપનીની ભેટ, નોઇડામાં બનશે 100 ચાર્જિંગ સ્ટેશન

નવી દિલ્હી: સરકારી કંપની ઇઇએસએલ (EESL) એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે નોઇડા ઓથોરિટીની સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ કંપની નોઇડામાં લગભગ 100 ચાર્જિંગ સ્ટેશન બનાવશે. વિજળી મંત્રાલયના આધીન આવનાર એનર્જી એફિશિએન્સી સર્વિસ લિમિટેડ (ઇઇએસએલ)એ એક નિવેદનમાં કહ્યું ઇઇએસએલએ નોઇડામાં લગભગ 100 પલ્બિક ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ઓથોરિટી સાથે કરાર કર્યો છે. આ કરારનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે. તેનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સંબંધિત ઇંફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે અને ઇલેક્ટ્રિક વાહન અપનાવવામાં તેજી આવશે. 

ઓગસ્ટમાં 2 સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં Nokia, હશે આ શાનદાર ફીચર્સ

નોઇડાને સ્વચ્છ, હરિયાળુ બનાવવાનો પ્રયત્ન
નોઇડના ચેરમેન આલોક ટંડનના નિવેદનમાં કહેવામાં આવ્યું કે ચાર્જિંગ સ્ટેશન લાગતાં શહેરમાં ઇલેક્ટ્રિક વાહન અપનાવવા માટે લોકો આગળ આવશે. તેમણે કહ્યું કે 'આ ભાગીદારી સાથે શહેરમાં લોકો વચ્ચે ઇવી માટે આકર્ષણ વધશે.' અમે નોઇડાને સ્વચ્છ, હરિયાળુ અને વધુ ટિકાઉ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.' 

ઇવી પર ઓછો થઇ શકે છે જીએસટી
મોદી સરકારે આ વખતે પોતાના બજેટમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર છૂટની જાહેરાત કરી છે. બજેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવાની ઘણી જાહેરાત કરી છે. તેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માટે લોન પર 1.5 લાખ રૂપિયા સુધીની લોનને ઇન્કમ ટેક્સમાં મુક્ત કરવાની જાહેરાત મુખ્ય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ગાડીઓ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Jio GigaFiber: 12 ઓગસ્ટે લોન્ચ થશે જિયો ગીગાફાઇબર, જાણો સંપૂર્ણ જાણકારી

જોકે સરકાર પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ અને પ્રદૂષણ વધતા સ્તરને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે. સરકારને આશા છે કે રજિસ્ટ્રેશનમાં છૂટ આપવા, કાર લોન પર ઇનકમ ટેક્સમાં છૂટ અને જીએસટી ઓછો કરતાં દેશમાં ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન મળશે. એવામાં ચાર્જિંગ સ્ટેશનોની માંગ પણ ઝડપથી વધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More