Home> Business
Advertisement
Prev
Next

આજથી નવા ફેરફારો! જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? ; જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન

Rules change from today: આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે, એરલાઇન્સને રાહત મળી છે, જ્યારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર આજથી મોંઘા થવા જઈ રહ્યા છે.

આજથી નવા ફેરફારો! જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? ; જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન

New Rules in June, 2023: નવો મહિનો શરૂ થઈ રહ્યો છે, અને નવો મહિનો હંમેશા તેની સાથે કેટલાક ફેરફારો લાવે છે. 1 જૂન 2023થી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોથી તમને કેટલીક જગ્યાએ ફાયદો થશે તો કેટલીક જગ્યાએ તમારા ખિસ્સા પર અસર થશે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જ જોઇએ કે 1 જૂન, 2023થી કયા ફેરફારો થવાના છે. આજથી LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે, એરલાઇન્સને રાહત મળી છે, જ્યારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર આજથી મોંઘા થવા જઈ રહ્યા છે.

AC ની ગેસ ભરવાના નામ પર થઇ રહી છે લૂંટ, આ રીતે ચેક કરો પુરો થયો કે નહી
એક AC થી આખું થઇ જશે બરફ જેવું ઠંડુ, દરેક રૂમમાં કૂલિંગની નહી પડે જરૂર
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન

LPG Price માં ઘટાડો
દેશમાં 1 જૂનથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તા થયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​તેમના ભાવમાં ₹83.50નો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થશે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજના ઘટાડા બાદ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1,773 રૂપિયા, કોલકાતામાં 1,857 રૂપિયા, મુંબઈમાં 1,725 ​​રૂપિયા અને ચેન્નાઈમાં 1,937 રૂપિયા થઈ ગઈ છે.

એક એવું જ્યાં શ્રાવણ મહિનામાં સ્ત્રીઓ પહેરતી નથી કપડાં, વર્ષોથી ચાલે છે પરંપરા
Goat Milk: ગાય-ભેંસ કરતાં પણ તાકાતવર હોય છે બકરીનું દૂધ, આ 5 બિમારીઓનું છે દુશ્મન

તમારે B.Tech શા માટે કરવું જોઈએ? જાણી લો એ પહેલાં B.Tech કરવાના 5 ફાયદા

ATFના ભાવમાં રાહત
એરલાઇન્સને સતત ચોથા મહિને રાહત મળી છે. આજથી ઉડ્ડયન ઈંધણ સસ્તું થઈ ગયું છે, જે એરલાઈન્સ માટે સારા સમાચાર છે. ઓઈલ કંપનીઓએ આજે ​​ATF એટલે કે એવિએશન ટર્બાઈન ઈંધણના ભાવમાં આશરે રૂ. 6,632.25નો ઘટાડો કર્યો છે. પીક ટ્રાવેલ સીઝનમાં કિંમતોમાં ઘટાડાથી એરલાઈન્સને રાહત મળશે. પરંતુ હવે જોવાનું રહેશે કે કંપનીઓ તમારી ટિકિટના ભાવમાં રાહત આપીને તેને પાસ કરે છે કે નહીં.

MBBS કરવાના 8 ફાયદા? 12મા બાયોલોજી સ્ટ્રીમના વિદ્યાર્થીઓએ શા માટે ડોક્ટર બનવું જોઈએ!
Vastu Tips: ઘરમાં આ ખાસ શંખ રાખશો તો ધનથી છલકાશે તિજોરી, શાસ્રોમાં પણ છે ઉલ્લેખ
મેલીવિદ્યા કે કાળા જાદુનો સૌથી વધુ ભોગ બને આ રાશિઓ, જાણો નેગેટિવ ઉર્જાની અસરના સંકેત

ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મોંઘા થશે
જો તમે જૂનમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા જઈ રહ્યા છો, તો હવે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. સરકાર હવે આ વાહનો પરની સબસિડી ઘટાડી રહી છે. FAME-2 યોજના હેઠળ સબસિડી 15,000 રૂપિયા પ્રતિ કિલોવોટથી ઘટાડીને 10,000 રૂપિયા પ્રતિ કિલોવોટ કરવામાં આવી છે. આનાથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર રૂ. 30,000થી વધુ મોંઘા થશે.

ખિસ્સા ખાલી થશે! આવક વધતી નથી અને હોમલોનના દર મહિને વધી રહ્યા છે હપ્તા
ખુશખબર! સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; જાણી લો આજનો શું છે ભાવ

આજથી રિઝર્વ બેંકનું વિશેષ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આરબીઆઈ બેંકોમાં દાવા વગરની થાપણો (unclaimed deposits in banks) એટલે કે બેંક ખાતામાં વર્ષોથી પડેલા આવા નાણાં અને જેની ખાતાધારકોની જાણ નથી, વર્ષોથી આ ખાતાઓમાં કોઈ પ્રવૃત્તિ થઈ નથી, આવી થાપણોને યોગ્ય હાથમાં પહોંચાડવાનું કામ કરવા જઈ રહ્યું છે. '100 days, 100 pays' ઝુંબેશ હેઠળ, બેંકો 100 સૌથી વધુ રકમના દાવા વગરના ડિપોઝિટ ખાતાઓ ઓળખશે અને પછી ખાતાધારક અથવા તેના નોમિનીને શોધીને તેને પૈસા પરત કરશે.

કફ સિરપનું પરીક્ષણ ફરજિયાત બનાવ્યું
છેલ્લા કેટલાક મહિનાઓથી કફ સિરપ બનાવતી ભારતીય કંપનીઓના વિવાદને ધ્યાનમાં રાખીને ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે રાજ્યોની લેબોરેટરીઓને નિકાસ કરતા પહેલાં ઉત્પાદક કંપનીઓની કફ સિરપનું પરીક્ષણ અને મંજૂરી આપવા જણાવ્યું છે, આ નવો નિયમ જૂન 1, 2023 થી લાગુ કરવામાં આવી રહી છે.

પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More