Home> Business
Advertisement
Prev
Next

100 રૂ.ની નવી નોટ માર્કેટમાં આવતા પહેલાં સામે આવી મોટી મુશ્કેલી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બહુ જલ્દી 100 રૂ.ની નવી નોટ ચલણમાં મુકવામાં આવશે

100 રૂ.ની નવી નોટ માર્કેટમાં આવતા પહેલાં સામે આવી મોટી મુશ્કેલી

નવી દિલ્હી : 2016ના નવેમ્બર મહિનામાં જાહેર થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિ્યા તરફથી 10, 50, 200, 500 અને 2000 રૂ.ની નવી નોટ જાહેર કરવામાં આવી છે. હવે 100 રૂ.ની નવી નોટ બહુ જલ્દી માર્કેટમાં આવશે. માર્કેટમાં આ નવી નોટ મૂકવા પાછળ આરબીઆઇને લગભગ 100 કરોડ રૂ.નો ખર્ચ થશે. 

જોકે આ નવી નોટ માર્કેટમાં આવે એ પહેલાં એક મોટી સમસ્યા સામે આવી છે. હાલમાં દેશમાં લગભગ 2.40 લાખ એટીએમ મશીન છે. એટીએમ ઓપરેટર્સના સંગઠને કહ્યું છે કે 200 રૂ.ની નવી નોટ માટે એટીએમ મશીનને અનુકૂળ બનાવવાનું કામ હજી પુરું નથી થયું અને આ સંજોગોમાં 100 રૂ.ની નવી નોટ માટે એટીએમને મોડિફાઇ કરવાનું કામ યોગ્ય સમયે પુરું નહીં થાય. 

આ નવી નોટ લોન્ચ થશે એ પછી પણ જૂની નોટ ચલણમાં રહેશે. સો રૂપિયાની નવી નોટનું પ્રિન્ટિંગ દેવાસના પ્રેસમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. નોટની ડિઝાઇન મૈસુરની એ પ્રિન્ટિંગ પ્રેસમાં ફાઇનલ કરવામાં આવી છે જ્યાં 2000 રૂ.ના નોટ છાપવામાં આવે છે. આ વખતે પ્રિન્ટિંગમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે અને એ માટે સ્વદેશી શાહી તેમજ કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો્ છે. 

આ નવી નોટ આકારની સાથેસાથે વજનમાં પણ ઓછી હશે. દેવાસમાં પ્રિન્ટિંગ થઈ રહેલી નોટમાં દેશી શાહીનો ઉપયોગ કરાયો હોવાથી શરૂઆતના તબક્કામાં મેચિંગ કરવામાં સમસ્યા થઈ હતી પણ પછી બધું બરાબર થઈ ગયું હતું. આ નવી નોટનું વજન પણ ઓછું હશે. રિઝર્વ બેંકની પરવાનગીથી દેવાસના પ્રેસમાં એનું છાપકામ શરૂ કરી દીધું છે. આરબીઆઇ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં આને લોન્ચ કરી શકે છે. 

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More