Home> Business
Advertisement
Prev
Next

Multibagger Stock: 50000 રૂપિયાનું રોકાણ બની ગયા 18 લાખ રૂપિયા, તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?

છેલ્લા કેટલાક મહિનાથી શેર બજારમાં ગજબનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સ 7.33 ટકા ચડીને 66 હજારને પાર પહોંચી ચૂક્યો છે. જ્યારે નિફ્ટીએ એક વર્ષમાં 8.40 ટકાનો વધારો નોંધાવ્યો છે તથા 20 હજારની નજીક પહોંચ્યો છે. આ બધા વચ્ચે નાની મોટી કંપનીઓ સુદ્ધાના શેરોએ રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે.

Multibagger Stock: 50000 રૂપિયાનું રોકાણ બની ગયા 18 લાખ રૂપિયા, તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?

છેલ્લા કેટલાક મહિનાથી શેર બજારમાં ગજબનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સ 7.33 ટકા ચડીને 66 હજારને પાર પહોંચી ચૂક્યો છે. જ્યારે નિફ્ટીએ એક વર્ષમાં 8.40 ટકાનો વધારો નોંધાવ્યો છે તથા 20 હજારની નજીક પહોંચ્યો છે. આ બધા વચ્ચે નાની મોટી કંપનીઓ સુદ્ધાના શેરોએ રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. કેટલીક નાની કંપનીઓએ તો રોકાણકારોને ઓછા સમયમાં જ મલ્ટીબેગર રિટર્ન આપવાનું કામ કર્યું છે. અમે આજે એક એવા શેરની જાણકારી આપીશું જેણે 50 હજાર રૂપિયા રોકનારાને એક વર્ષમાં 7.5 લાખ રૂપિયા આપ્યા. 

જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરે એક વર્ષ દરમિયાન 40.85 રૂપિયા પ્રતિ શેર ઉછળીને 605 રૂપિયા પર પહોંચ્યો. જેનું 52 અઠવાડિયાનું હાઈલેવલ 841.90 રૂપિયા છે. જ્યારે નિચલું સ્તર 39.05 રૂપિયા પ્રતિ શેર છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન 2.23 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે એક મહિના દરમિયાન તેણે 4.85 ટકાનું રિટર્ન આપ્યું છે. છ મહિના દરમિયાન તેણે રોકાણકારોને 589.46 ટકાનું રિટર્ન આપ્યું છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં બાલાજીના સ્ટોકે રોકાણકારોને 970.80 ટકાનું રિટર્ન આપ્યું છે. 

એક વર્ષમાં રોકાણકારો માલામાલ
જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરે એક વર્ષ દરમિયાન લગભગ 1400નું રિટર્ન આપ્યું છે. જો કે પાંચ વર્ષમાં આ સ્ટોકે 3458.82 ટકાનું રિટર્ન આપ્યું છે. આવામાં જો કોઈએ આ સ્ટોકમાં એક વર્ષ પહેલા 50 હજાર રૂપિયાની રકમ રોકી હોત તો તેને આજના સમયમાં 7.5 લાખ રૂપિયા મળી જાત. કોઈએ પાંચ વર્ષ પહેલા આ સ્ટોકમાં 50 હજાર રૂપિયા રોક્યા હોત તો આજના સમયમાં લગભગ 18 લાખ રૂપિયા મળી જાત., જો કે ગુરુવારે આ સ્ટોક 0.79 ટકાના ઘટાડા સાથે 605 રૂપિયા પર કારોબાર  થઈ રહ્યો હતો. 

શું કરે છે આ કંપની
જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુખ્ય રીતે ભારતમાં લોઢા અને સ્ટીલના ઉત્પાદનોનું નિર્માણ અને માર્કેટિંગ કરે છે. કંપની સ્પંજ, આયર્ન, પિગ, આયર્ન, ડીઆરઆઈ, ડક્ટાઈલ, આયર્ન પાઈપ, ફેરો ક્રોમ, ટીએમટી બાર, કોક, સ્ટીલ રોડ, સિન્ટર, સજાવટી સ્ટીલ ગ્રિલ, પોર્ટલેન્ડ સ્લેગ સીમેન્ટ, અને હળવા સ્ટીલ બિલેટ્સ બનાવીને વેચે છે. 

તે બાલાજી શક્તિ બ્રાન્ડ હેઠળ પોતાને ટીએમટી બાર રજૂ કરે છે. જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના 1999માં થઈ હતી અને તેનું મુખ્યાલય કોલકાતામાં છે. કંપની પોતાની પ્રોડક્ટ્સ નિકાસ પણ કરે છે. કંપનીની માર્કેટ કેપ 96.57 અબજ રૂપિયા છે.

(ડિસ્ક્લેમર: શેરબજારમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સનો અભિપ્રાય ચોક્કસપણે લેવો. ઝી24કલાક આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More