Home> Business
Advertisement
Prev
Next

1 લાખ રૂપિયા, 7 મહિનાનું રોકાણ, 12 લાખથી વધુનો ફાયદો, આ સ્ટોકે ઈન્વેસ્ટરોનું ભાગ્ય ચમકાવી દીધું

સ્ટોક માર્કેટમાં એવો શેર મળવો ખુબ મુશ્કેલ હોય છે, જે ઓછા સમયમાં તમને સારો નફો કરાવે. રાઠી સ્ટીલના શેર આ કસોટી પર સફળ થયા છે. તેણે છ મહિનામાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. 
 

1 લાખ રૂપિયા, 7 મહિનાનું રોકાણ, 12 લાખથી વધુનો ફાયદો, આ સ્ટોકે ઈન્વેસ્ટરોનું ભાગ્ય ચમકાવી દીધું

નવી દિલ્હીઃ શેર બજારમાં રોકાણ કરતો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ઓછા સમયમાં દમદાર રિટર્ન મળે. પરંતુ ખુબ ઓછા લોકો હોય તેનું આ સપનું પૂરુ થાય છે. આવો સ્ટોક મળવો મુશ્કેલ હોય છે, જેનું રિટર્ન ઓછા સમયમાં છપ્પરફાડ હોય. રાઠી સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ આવો એક સ્ટોક છે. જેણે છ મહિના પહેલા 1 લાખ રૂપિયા લગાવ્યા હશે આજે તેનું રોકાણ 13 લાખથી વધુ થઈ ગયું છે. રાઠી સ્ટીલ્સે છેલ્લા છ મહિનામાં 1250 ટકાથી વધુનું રિટર્ન પોતાના ઈન્વેસ્ટરોને આપ્યું છે. 

આ શેરમાં સોમવારે પણ અપર સર્કિટ લાગી હતી. આ શેર પાછલા વર્ષે 3 જુલાઈએ 3.3 રૂપિયા પર હતો. 29 જાન્યુઆરીએ આ શેર 45.32 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારથી અત્યાર સુધી આ શેરની કિંમત  1373 ટકાનો વધારો થયો છે. જો કોઈ ઈન્વેસ્ટરે પાછલા વર્ષે જુલાઈમાં આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને 30,303 શેર મળ્યા હોત. આજે તે શેરની કિંમત 45.32 રૂપિયા પ્રમાણે 13.73 લાખથી વધુ થઈ ગઈ છે. 

1 મહિનામાં પણ સારૂ રિટર્ન
6 મહિનાને છોતો માત્ર એક મહિનામાં આ સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને 45 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. રાઠી સ્ટીલ્સના શેર અત્યારે પોતાના 52 સપ્તાહના હાઈ પર ચાલી રહ્યાં છે. સોમવારે શેરમાં બે ટકાની તેજી આવી હતી. પરંતુ આ મહિનામાં રાઠી સ્ટીલના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે, જે ઈન્વેસ્ટરોને સતર્ક રહેવાનો સંકેત પણ આપે છે.

આ પણ વાંચોઃ પત્નીને રેટ આપીને પણ લઈ શકો છો ટેક્સમાં છૂટનો લાભ, જાણો કઈ રીતે મળશે તેનો ફાયદો

કંપની વિશે
ગ્રો પર રહેલી જાણકારી અનુસાર રાઠી સ્ટીલની સ્થાપના 1971માં થઈ હતી. કંપનીના 51 ટકા શેર તેના પ્રમોટર્સની પાસે છે. રિટેલ માર્કેટમાં કંપનીના 40 ટકા શેર છે. કંપનીનું માર્કેટ કેપ 139 કરોડ રૂપિયાથી વધુ છે. રાઠી સ્ટીલે અંતિમ પરિણામ સપ્ટેમ્બર 2023માં જાહેર કર્યું હતું. ત્યારે કંપનીનું રેવેન્યૂ જૂન ક્વાર્ટરના મુકાબલે 21 કરોડ રૂપિયા ઘટી 128 કરોડ રૂપિયા થઈ ગયું હતું. વાત પ્રોફિટની કરીએ તો સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં કંપનીને 82 લાખ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 2 કરોડ રૂપિયા હતો. તે પહેલા માર્ચ ક્વાર્ટરમાં કંપનીને 80 લાખ રૂપિયાનો નફો થયો હતો.

ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે એટલે તમારા એડવાઇઝરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More