Home> Business
Advertisement
Prev
Next

ભારત માટે PM મોદીનો આગામી ટાર્ગેટ 'Top 50', કહ્યું- 'મેં મારી ટીમને કહી દીધું છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં આજે સવારે 9મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ બપોરે 1 કલાક સુધી ચાલશે.

ભારત માટે PM મોદીનો આગામી ટાર્ગેટ 'Top 50', કહ્યું- 'મેં મારી ટીમને કહી દીધું છે'

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં આજે સવારે 9મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ બપોરે 1 કલાક સુધી ચાલશે. જેમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓથી લઈને 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખો, મંત્રીઓ અને રાજદ્વારીઓ હાજર રહેશે. આજથી વાઈબ્રન્ટ સમિટનો પ્રધાનમંત્રી મોદી પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પાર્ટનર દેશના રાષ્ટ્રાધ્યક્ષો અને દેશના 36 ઉદ્યોગપતિઓ ભાગ લીધો છે. આ સમિટમાં કરોડોના એમઓયુ થશે.

સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલ્ટાના પ્રધાનમંત્રીને મળ્યા હતા. નરેન્દ્ર મોદી અને જોસફ મસ્કટ વચ્ચે વહેલી સવારે જ મુલાકાત થઈ હતી. વાઇબ્રન્ટ સમિટમનો  પ્રારંભ જય.. જય.. ગરવી ગુજરાતના લોકપ્રિય ગુજરાતી ગીતથી થવાનો છે. પ્રખ્યાત ગુજરાતી કપલ પ્રહર વોરા અને તેમના પત્ની સંપદા વોરા આ સંગીત રજૂ કરશે. આમ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ સંગીતથી થતા સમિટ સંગીતમય બની રહેશે. ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ સમિટ પહેલા પ્રધાનમંત્રી મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. ગાંધીનગર નિવાસસ્થાને જઈને તેઓ માતા હિરાબાને તથા પરિવારના અન્ય સદસ્યોની પણ મળ્યા હતા.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો 

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ વાયબ્રન્ટ સમીટ ના  પ્રથમ દિને ઉદ્ઘાટન સત્ર પૂર્વે આ સમિટ માં સહભાગી થવા આવેલા માલ્ટા ના  પ્રધાનમંત્રી   અને ડેલીગેશન સાથે વન ટુ વન બેઠક યોજીને માલ્ટા ની ટુરિઝમ હેલ્થ કેર અને મરીંટ્રાન્સપોર્ટેશન ની કૌશલ્યતા નો ગુજરાત ના વિકાસ માં સહયોગ લેવાની અપેક્ષા વ્યકત કરી હતી. માલ્ટા પ્રથમ વાર વાયબ્રન્ટ માં સહભાગી  થયું છે તે માટે આભાર દર્શાવતા તેમણે કહ્યું કે  સમિટ ની   આ સફળ 9મી કડી છે .હવે આ સમીટ વિશ્વ ના દેશો માટે  વેપાર કારોબાર તેમજ નોલેજ શેરિંગ અને ડેવલપમેન્ટ નું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. આ સમીટ સૌ સહભાગી રાષ્ટ્રો માટે લાભદાયી પણ બની રહી છે.

 

વિજય રૂપાણીએ માલ્ટા પાસેથી  મેરિટાઇમ સેક્ટર સહિત અનેક વિધ  ક્ષેત્રોમાં ગુજરાત ને ઘણું શીખવા ની ઉત્સુકતા છે તેમ જણાવતા ઉમેર્યું કે આ સમીટની બી ટુ બી અને બી ટુ જી મિટિંગ્સ કન્ટ્રી સેમિનાર વગેરે ને કારણે માલ્ટાને નવા વિકાસ અવસર મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી  આ બેઠકમાં  માલ્ટાના પ્રધાનમંત્રી એ પણ ભારત અને ગુજરાત સાથે સંબંધોને વ્યાપક ફલક ઉપર વિસ્તારવા અને મેરિટાઇમ સેક્ટર સહિત ના વિકાસ માં પરસ્પર સહયોગથી આગળ વધવાની તૈયારી દર્શાવી હતી. મુખ્ય સચિવ ડો.જે એન સિંહ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન વગેરે જોડાયા હતા.

ટોરેન્ટ ગ્રુપ 10 હજાર કરોડનું મૂડી રોકાણ કરશે
બિરલા ગ્રુપ 15 હજાર કરોડનું મૂડી રોકાણ કરશે 
અદાણી ગ્રુપ 55 હજાર કરોડનું મૂડી રોકાણ કરશે

વાઇબ્રન્ટ સમિટના મહત્વના મુદ્દાઓ

  • રાજ્ય મંત્રી મંડળના સભ્યો મહાત્મા મંદિરના મુખ્ય હોલમાં આવવાની શરૂઆત થઇ
  • પરિમલ નથવાણી એરપોર્ટ પર મુકેશ અંબાણીને આવકારવા પહોંચ્યા
  • કુમાર મંગલમ બિરલા અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના
  • સૌરભ પટેલ,આર.સી.ફળદુ, કૌશિક પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સ્ટેજ પર પહોંચ્યા
  • વાયબ્રન્ટ ગુજરાતથી કચ્છના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન: વાસણ આહિર
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેજ પર સ્થાન લીધું
  • રાજ્યપાલ ઓ.પી.કોહલી સ્ટેજ પર આવ્યા
  • મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા, દિપક પારેખ,પંકજ પટેલે સ્ટેજ પર પહોંચ્યા
  • નરેન્દ્ર મોદી સ્ટેજ પર પહોંચ્યાપ્રહર વોરા દ્વારા જય જય ગરવી ગુજરાતના ગાન સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમારોહનો પ્રારંભ
  • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૨૦૦૩થી શરૂ થયેલી યાત્રાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ
  • ગુજરાત ની વિકાસગાથા રજૂ કરવામાં આવી
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન શરૂ
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી અંગ્રેજી ભાષામાં ભાષણ કર્યું
  • નરેન્દ્ર મોદીના વીઝનને કારણે જ ગુજરાતની પ્રગતિ ગણાવી
  • મુખ્યમંત્રી એ નરેન્દ્ર મોદીના વીઝનને આગળ વધારવાની ખાતરી આપી
  • બીજા વિદેશના આગેલા આગેવાન અને રાષ્ટ્ર પ્રમુખનું શાબ્દિક સ્વાગત કરી... ગુજરાત સાથેના સંબંધોને યાદ કર્યા
  • થાઈલેન્ડ પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર કન્ટ્રી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો

ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરએ સંબોધન શરૂ કર્યું

  • ટાટા પરિવાર માટે ગુજરાત મહત્વનું રાજ્ય છે
  • ૨૫ હજારથી વધુ કર્મચારીઓ ગુજરાતમાં છે
  • 30 વર્ષથી વધુ સમયથી ઘરોબો રહ્યો છે 
  • ગુજરાતમાં અનેક યુનિટ છે
  • ગુજરાતમાં ટાટા કેમિકલ્સની ક્ષમતા વધારવામાં આવશે
  • ગુજરાત અમારા માટે સૌથી મોટું પાર્ટનર છે
  • વાયબ્રન્ટ ગુજરાત અગલ અગલ બુધ્ધિ શાળીઓને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે

કુમાર મંગલમ બિરલાએ કર્યું સંબોધન

  • વાયબ્રન્ટ ગુજરાત એ તેની વિકાસ યાત્રાની પ્રગતિ જોઈ શકાય છે
  • ગુજરાતનું અમારા માટે આગવું મહત્વ છે
  • ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ મિલિયન ડોલરનું મુડી રોકાણ FDI દ્વારા આવ્યું
  • બિઝનેસ ફ્રેંકલી વાતાવરણ ગુજરાતમાં હોવાથી લાભ થાય છે
  • ૧૫ હજાર કરોડનું નવું મૂડી રોકાણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે અત્યારે ગુજરાતમાં  ૩૦ હજાર કરોડનું રોકાણ છે.

ટોરેન્ટના ચેરમેન સુધીર મહેતાએ કર્યું સંબોધન

  • ૨૦૦૩ના વાયબ્રન્ટ ગુજરાતમાં પાંચ હજાર લોકો હતા અને આજે નવમી એડીશનમાં સ્થિતિ જોઈ શકાય તે તેની સફળતા છે
  • ૩૦ હજાર કરોડ રૂપિયાનું મૂડી રોકાણ ગુજરાતમાં છે અને આગામી દિવસોમાં નવું ૧૦ હજાર કરોડનું પાવર સેક્ટરમાં સહિતના ક્ષેત્રમાં કરવાની જાહેરાત કરી

અદાણીના ચેરમેન ગૌતમ અદાણીએ કર્યું સંબોધન

  • વાયબ્રન્ટ ગુજરાતની તમામ સમિટમાં ભાગ લેવાનો મને આનંદ છે. ગુજરાત મારૂં હોમ રાજ્ય છે
  • ભારત ગ્લોબલ આર્થિક વિકાસનું કી એન્જિન હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબિત કરી દીધું છે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી ભારત અનેક ક્ષેત્રોમાં આગળ જ નહીં પણ નંબર વન બન્યું છે
  • કેન્દ્ર સરકારની યોજનાઓ ની પ્રસંશા કરી
  • સોલર પાર્ક કચ્છમાં ૩૦ હજાર કરોડનું રોકાણ થશે. આગામી દિવસોમાં ૫૫ હજાર કરોડનું મુડી રોકાણ કરશે

સુઝીકી મોટર્સનાચેરમેને કહ્યું કે ટૂંક સમયમાં સુઝીકી મોટરનો બીજો પ્લાન્ટ શરૂ થશે
અમે ગુજરાતમાં બીજો પ્લાન્ટ 2020 સુધી શરૂ કરીશું. પછી 3 એસેમ્બલી લાઇનમાં ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 7.5 લાખ યૂનિટ થઇ જશે.

મુકેશ અંબાણીની સ્પીચ શરૂ

  • મને પણ ગૌતમ અદાણીની જેમ તમામ વાયબ્રન્ટ ગુજરાતમાં સામેલ થયાનો આનંદ છે
  • નરેન્દ્ર મોદીની દ્રષ્ટિએ દેશના વિકાસમાં મહત્વની છે
  • ભારત સૌથી ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થા છે
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું જન્મદાતા અને કર્મભૂમિ પણ છે
  • 3 લાખ કરોડનું રોકાણ કર્યું છે
  • સ્માર્ટ સિટી જ નહીં સ્માર્ટ ગામડા બનાવવાની વાત કરી
  • જીયો 5જી માટે કટિબદ્ધ છે
  • ડિઝિટલ ગુજરાત માટે જિયો પ્રયત્નશિલ
  • ગુજરાતના લોકોનું સપનું અમારું સપનું છે
  • ગુજરાત હંમેશા પ્રથમ પસંદગી રહી છે
  • મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના સર્વ સ્વિકૃત લીડર ઓફ એક્શન ગણાવ્યા
  • ગુજરાતના 30 લાખ નાના મોટા ટ્રેડર્સ માટે ડિજિટલ ઈ કોમર્સ પ્લેટફોર્મ
  • જામનગર રિફાઇનરીમાં રિન્યુબલ એનર્જીનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો પ્રયાસ
  • PDPU માં 150 કરોડનું યોગદાન આપશે
  • PDPU યૂનિવર્સિટી ટૂંક સમયમાં રાજ્યની નંબર 1 યૂનિવર્સિટી બનશે
  • જિયો દ્વારા ગુજરાતના દરેક ઘરમાં પહોંચવાનો ટાર્ગેટ

પીએમ મોદીનો આજનો કાર્યક્રમ
8.20 કલાકે રાજભવનથી મહાત્મા મંદિર રવાના
8.30 કલાકે ફોરેન ડેલિગેટ્સ સાથે વિચારવિમર્શ.
10.00 કલાકે ૯મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન.
1.00થી 1.30 ક્લાક સુધીનો સમય આરક્ષિત છે.
1.30થી 2.30 ડેલિગેટ્સ સાથે લંચ
2.30થી 5.30 કલાક સુધી વન ટુ વન બેઠકો.
5.30થી 6.30 કલાક સુધી આંતરરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક.
6.40થી 7.20 કલાક સુધી દાંડી કુટિર ખાતે લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો
7.30થી 8.30 કલાક દરમિયાન ડેલિગેટ્સ સાથે ડિનર યોજશે.
8.35 કલાકે દાંડી કુટિરથી રાજભવન અને ત્યાં જ રાત્રિરોકાણ

9માં વાઇબ્રન્ટ સમિટમાં દેશના 19 અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઈઓ રહેશે હાજર
1. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી
2. તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન 
3. આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા 
4. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 
5. ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ 
6. સુઝલોન એનર્જી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતી 
7. કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ 
8. ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા 
9. ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી 
10. કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન અને સીઇઓ ઉદય કોટક 
11. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી 
12. આઇટીસી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી 
13. ભારતી એન્ટરપ્રાઇઝિસના વાઇસ-ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ 
14. હિન્દુસ્તાન સેનિટરીવૅર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી અને ફિક્કીના પ્રેસિડેન્ટ સંદીપ સોમાની 
15. વેલસ્પન લિ.ના ચેરમેન બી. કે. ગોયેન્કા 
16. એચડીએફસીના ચેરમેન દીપક પારેખ 
17. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર 
18. ઓએનજીસીના ચેરમેન શશી શંકર 
19. આઇઓસીએલના ચેરમેન સંજીવ સિંહ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More