Home> Business
Advertisement
Prev
Next

પેટ્રોલ પંપનું લાઈસન્સ લેવું હવે સરળ બની જશે, કેન્દ્રીય મંત્રીએ કરી દીધી આ મોટી જાહેરાત

Petrol Pump Rules: જો તમે બિઝનેસ કરવાનો પ્લાન ઘડી રહ્યા હોવ તો આ ખબર તમારા કામની બની શકે છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે ભવિષ્યમાં સામાન્ય માણસ માટે પેટ્રોલ પંપનું લાઈસન્સ મેળવવું સરળ બની જશે. કેન્દ્રની મોદી સરકાર  પેટ્રોલ પંપ સંલગ્ન નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

પેટ્રોલ પંપનું લાઈસન્સ લેવું હવે સરળ બની જશે, કેન્દ્રીય મંત્રીએ કરી દીધી આ મોટી જાહેરાત

Petrol Pump Rules: જો તમે બિઝનેસ કરવાનો પ્લાન ઘડી રહ્યા હોવ તો આ ખબર તમારા કામની બની શકે છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે મહિલા સાહસિકો માટે લાઈસન્સ ફીમાં 80 ટકા અને MSME માટે ફીમાં 50 ટકાના કાપની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભવિષ્યમાં સામાન્ય માણસ માટે પેટ્રોલ પંપનું લાઈસન્સ મેળવવું સરળ બની જશે. કેન્દ્રની મોદી સરકાર  પેટ્રોલ પંપ સંલગ્ન નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ત્યારબાદ પેટ્રોલ પંપને વસ્તીવાળા વિસ્તારોમાં 30-50 મીટરના દાયરામાં ચલાવવાની મંજૂરી મળી શકશે. 

સુરક્ષા ઉપાયોની રૂપરેખા તૈયાર કરવાના નિર્દેશ
કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયુષ ગોયલે વસ્તીવાળા વિસ્તારોના 30-50 મીટરના દાયરામાં પેટ્રોલ પંપના સંચાલનને મંજૂરી આપવા માટે પીઈએસઓને સુરક્ષા ઉપાયોની રૂપરેખા તૈયાર કરવાના નિર્દેશ આપ્યા ચે. પીઈએસઓ સરકારના DPIIT હેઠળ કામ કરનારું એક કાર્યાલય છે. તે વિસ્ફોટક અધિનિયમ 1884 અને પેટ્રોલિયમ અધિનિયમ 1934 હેઠળ સ્થાપિત નિયમનકારી માળખાના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

MSME ને 50 ટકા છૂટ આપવાની જાહેરાત
કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટરે પીઈએસઓ તરફથી અપાતા લાઈસન્સની ફીમાં મહિલા સાહસિકોને 80 ટકા અને MSME ને 50 ટકા છૂટ આપવાની પણ જાહેરાત કરી છે. ગોયલે પીઈએસઓના કામકાજની દક્ષતા વધારવા માટે પેટ્રોલિયમ, વિસ્ફોટક, આતિશબાજી અને અન્ય સંબંધિત ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે હાલમાં વાતચીત કરી. આ દરમિયાન તેમણે આ જાહેરાતો કરી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરફથી એક નિવેદનમાં કહેવાયું કે ગોયલે પીઈએસઓને સુરક્ષા ઉપાયોની રૂપરેખા તૈયાર કરવાના દિશાનિર્દેશ તૈયાર કરવા માટે કહ્યું છે. તેનાથી પેટ્રોલ પંપને વસ્તીવાળા વિસ્તારોમાં ઓછા અંતરે પણ ચલાવવાની મંજૂરી મળી શકશે. 

પીઈએસઓનું આ કામ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCP) અને પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રાલયની ભલામણથી કામ કરવા માટે કહેવાયું છે. તેમણે એમ પણ કહ્યું કે વિસ્ફોટક, પરિવહન અને વિનિર્માણ માટે લાઈસન્સ 10 વર્ષ માટે આપવાની સંભાવના પર વિચારવા માટે એક સમિતિ  બનાવવામાં આવશે. વિસ્ફોટક ઉપરાંત બાકી તમામ લાઈસન્સ 10 વર્ષના સમયગાળા માટે અપાય છે. પેટ્રોલ પંપ લાઈસન્સને પેટ્રોલિયમ નિયમ 2002ના ફોર્મ 14 હેઠળ આપવામાં આવે છે. જ્યારે પેટ્રોલ પંપ પર સીએનજી ડિસ્ટ્રીબ્યુશન સુવિધા માટે લાઈસન્સ ગેસ સિલિન્ડર નિયમોના ફોર્મ જી હેઠળ ઈશ્યુ કરાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More