Home> Business
Advertisement
Prev
Next

આ છે ભારતનું સૌથી મોટું રેલવે જંકશન, ભારતની કોઈપણ જગ્યાએ જવું હોય અહીંથી મળી જ જાય ટ્રેન

Biggest Railway Junction Of India: ભારતીય રેલવેની પોતાની કેટલીક ખાસિયતો પણ છે. તેમાંથી એક ખાસિયત છે ભારતનું સૌથી મોટું રેલવે જંકશન. આ રેલ્વે જંકશન ક્યારેય ખાલી રહેતું નથી અહીં 24 કલાક ટ્રેનની અવરજવર થતી રહે છે. લાખોની સંખ્યામાં લોકો અહીંથી ટ્રેનમાં મુસાફરી કરે છે. 

આ છે ભારતનું સૌથી મોટું રેલવે જંકશન, ભારતની કોઈપણ જગ્યાએ જવું હોય અહીંથી મળી જ જાય ટ્રેન

Biggest Railway Junction Of India: દુનિયાના પાંચ સૌથી મોટા રેલવે નેટવર્ક માંથી એક ઇન્ડિયન રેલવે છે. ભારતીય રેલવે કરોડો લોકોની જીવા દોરી સમાન છે. ભારતીય રેલવેની પોતાની કેટલીક ખાસિયતો પણ છે. તેમાંથી એક ખાસિયત છે ભારતનું સૌથી મોટું રેલવે જંકશન. આ રેલ્વે જંકશન ક્યારેય ખાલી રહેતું નથી અહીં 24 કલાક ટ્રેનની અવરજવર થતી રહે છે. લાખોની સંખ્યામાં લોકો અહીંથી ટ્રેનમાં મુસાફરી કરે છે. 

આ પણ વાંચો: 

ડ્યૂ ડેટ પછી પણ પેનલ્ટી વિના ભરી શકાય છે Credit Card નું બિલ, જાણો RBI નો શું છે નિય

આ છે ભારતની સૌથી મોંઘી ટ્રેન, મુસાફરી કરવા માટે ખર્ચવા પડશે બસ 20 લાખ રૂપિયા

નવરાત્રીમાં માઈ ભક્તો માટે ભારતીય રેલ્વેએ કરી મહત્વની જાહેરાત, જાણીને થઈ જશો ખુશ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનું મથુરા જંક્શન ભારતનું સૌથી મોટું રેલવે જંકશન છે. આ જંકશન ઉત્તર મધ્ય રેલવે અંતર્ગત આવે છે. આ રેલવે જંકશન પરથી સાત અલગ અલગ રૂટની ટ્રેન પસાર થાય છે જે ભારતની દરેક દિશામાં જાય છે. આ સ્ટેશન પર કુલ 10 પ્લેટફોર્મ છે. જે ક્યારેય ખાલી રહેતા નથી.

દિવસ હોય કે રાત તમે ક્યારેય પણ આ રેલ્વે જંકશન પર જશો તો અહીંથી અનેક ટ્રેન પસાર થતી જોશો. દેશના કોઈ પણ ખૂણે તમારે જોવું હોય તો તમે અહીંથી ટ્રેન પકડી શકો છો. આ જંકશન પરથી પહેલી વખત ટ્રેન 1875 માં ચાલી હતી. 

આ જંકશન સૌથી વધુ બુકિંગ મેળવતા દેશના 100 રેલવે સ્ટેશનમાંથી એક છે. દેશનું સૌથી મોટું રેલવે જંકશન હોવા છતાં અહીં સ્વચ્છતા નો અભાવ છે જે અહીંથી પસાર થતા લોકો માટે મોટી સમસ્યા બની રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More