Home> Business
Advertisement
Prev
Next

આવી રહી છે તમારી વ્હાલી કાર Maruti Alto નો નવો અવતાર, જાણો કેટલી હશે કિંમત?

ભારતીયોની મનપસંદ અને મારૂતિ સુઝુકી (Maruti Suzuki) ની બજેટ રેન્જ કાર અલ્ટો હવે નવા રંગરૂપમાં જોવા મળશે. નવી અલ્ટોને વર્ષ 2021માં લોન્ચ કરવાની તૈયારી છે. 

આવી રહી છે તમારી વ્હાલી કાર Maruti Alto નો નવો અવતાર, જાણો કેટલી હશે કિંમત?

નવી દિલ્હી: ભારતીયોની મનપસંદ અને મારૂતિ સુઝુકી (Maruti Suzuki) ની બજેટ રેન્જ કાર અલ્ટો હવે નવા રંગરૂપમાં જોવા મળશે. નવી અલ્ટોને વર્ષ 2021માં લોન્ચ કરવાની તૈયારી છે. કંપની તેમાં મોટા ફેરફાર કરી રહી છે. તાજેતરમાં જ નવી અલ્તો 2021માં ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં કરવામાં આવી છે. કંપનીની નવી અલ્ટો નેકસ્ટ જનરેશન કાર હશે. આવો જાણીએ ન્યૂ જનરેશન મારૂતિ સુઝુકી અલ્ટોમાં શું ફેરફાર જોવા મળી શકે છે. 

બદલાઇ શકે છે ડિઝાઇન અને ઇંટીરિયર
નવી સુઝુકી અલ્ટોની ડિઝાઇન અને ઇંટીરિયરને લઇને ડીટેલ્સ સામે આવી નથી. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એન્ટ્રી લેવલ હૈચબેક પુરી રીતે નવા ફ્રન્ટ-ફેશિયાની સાથે આવી શકે છે. તેમાં નવી ડિઝાઇનની ગ્રિલ હોઇ શકે છે. અપડેટેડ બંપર અને રિવાઇઝ્ડ હેડલેંપ્સ આપવામાં આવી શકે છે. નવી અલ્ટો નવી ડિઝાઇનવાળા વ્હીલ્સ, ટેલલેંપ્સ અને બંપર આપવામાં આવી શકે છે. અલ્ટો ટોપ વેરિએન્ટમાં ટચસ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી શકે છે. 

3 દિવસ બાદ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, મોકો ચૂકતા નહી

વધારવામાં આવી શકે છે કિંમત
કોસ્મેટિક ચેંજ, ફીચર અપગ્રેડ્સ અને નવા પ્લેટફોર્મ પર આધારિત નવી મારૂતિ અલ્ટો 2021ની કિંમતમાં પણ ફેરફાર આવી શકે છે. જોકે અત્યાર સુધી પ્રાઇસને લઇને કોઇ ડિટેલ્સ નથી. પરંતુ એક્સપર્ટ માની રહ્યા છે કે પ્રાઇસમાં મોટો ફેરફાર હશે. જોકે બજારમાં ઉપલબ્ધ મારૂતિ સુઝુકી અલ્ટો પેટ્રોલ  K6 અને CNG K2 વેરિએન્ટ્સમાં આવે છે. તેની એક શોરૂમ કિંમત 2.94 લાખથી 4.36 લાખ રૂપિયા વચ્ચે હશે. 

OnePlus ના 5G સ્માર્ટફોન Nord N10 ની કિંમતનો થયો ખુલાસો, આ વર્ષના અંત સુધી થશે લોન્ચ

બદલાઇ શકે છે એન્જીન
સૂત્રોનું માનીએ તો સુઝુકી જાપાનમાં નેકસ્ટ જનરેશન અલ્ટોને નવા R06D 658cc એન્જીન સાથે ઉતારશે. આ એન્જીન 68bhp પાવર જનરેટ કરશે. તેનું સ્પોર્ટી લુક વર્જન પણ આવશે. જેમાં ટર્બોચાર્ઝડ એન્જીન હશે. તો બીજી તરફ મારૂતિ સુઝુકી અલ્ટો 2021 ના રોજ 796cc નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન સાથે ઉતારવામાં આવી શકે છે. આ એન્જીન 48bhp નો પાવર 69Nm નો ટોર્ક જનરેટ કરે છે. કાર મૈનુઅલ અને AMT ગિયરબોક્સ ઓપ્શનમાં આવી શકે છે. 

સેફ્ટી ફીચર્સ પણ હશે શાનદાર
નવા Heartect પ્લેટફોર્મના કારણે નવી અલ્ટો 2021 કરન્ટ જનરેશન અલ્ટોના મુકાબલો વધુ સેફ બનાવવામાં આવી શકે છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે નવા મોડલમાં ડ્યૂલ એરબેગ્સ ઓપ્શન પણ મળી શકે છે. સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સને પણ અપડેટ કરવામાં આવી શકે છે. હાલ, અલ્ટોમાં સ્ટાન્ડર્ડ સેફ્ટી કિટ સાથે ડ્રાઇવર એરબેગ, ઇબીડી સાથે એબીએસ, રિવર્સ પાર્કિંગ સેન્સર, કો-ડ્રાઇવર સીટ બેલ્ટ રિમાઇન્ડર અને સ્પીડ એલર્ટ પણ સામેલ છે.  

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More