Home> Business
Advertisement
Prev
Next

Pension Scheme: બજેટ પહેલા પરિણીત લોકો આ યોજનામાં કરી દે અરજી, મહિને મળશે 8 હજાર રૂપિયા

Lic Pension Scheme: જો તમે પણ દર મહિને 8 હજાર રૂપિયાનું પેન્શન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તમારે જલદી સરકારની આ યોજના માટે અરજી કરવી જોઈએ. જાણો તેના વિશે...

Pension Scheme: બજેટ પહેલા પરિણીત લોકો આ યોજનામાં કરી દે અરજી, મહિને મળશે 8 હજાર રૂપિયા

નવી દિલ્હીઃ Modi Government PMVVY Scheme: જો તમે દર મહિને પેન્શન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તમારે કેન્દ્ર સરકારની આ યોજનામાં અરજી કરવી જોઈએ. આ સ્કીમ હેઠળ તમને ગેરન્ટેડ દર મહિને ચોક્કસ રકમ પેન્શન આપવામાં આવશે. નોંધનીય છે કે આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. તેવામાં તમારી પાસે થોડો સમય બાકી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana)છે. આ યોજનામાં રોકાણ કરવા માટે તમારી ઓછામાં ઓછી ઉંમર 60 વર્ષ હોવી જોઈએ. જાણો આ યોજનાની ખાસિયત.

આ યોજના વિશે જાણો
પ્રધાનમંત્રી વય વંદના યોજના દ્વારા, સરકાર લોકોને પેન્શનની નિશ્ચિત રકમની ખાતરી આપે છે. આ યોજનામાં, રોકાણકારને માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક પેન્શન આપવામાં આવે છે. આ યોજના કેન્દ્ર સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા સંચાલિત છે. આ યોજનામાં ફક્ત 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ અરજી કરી શકે છે. તમે આ સ્કીમમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. પહેલા આ સ્કીમમાં માત્ર 7 લાખ 50 હજાર રૂપિયા સુધીનું રોકાણ કરી શકાતું હતું, પરંતુ હવે સરકારે આ સ્કીમમાં રોકાણની મર્યાદા વધારી દીધી છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા તો એક ખરાબ સમાચાર, Budgetમાં થઈ શકે છે બે જાહેરાત

આ રીતે મહિને મળશે 8 હજાર રૂપિયા
આ સ્કીમમાં રોકાણ કરીને પરિણીત લોકો દર મહિને 8 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. જો પતિ-પત્ની બંને આ યોજનામાં 6-6 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેમને દર મહિને કુલ 8 હજાર રૂપિયા એટલે કે બંને માટે 4-4 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. આ સ્કીમ હેઠળ તમને વાર્ષિક 7.40% વ્યાજ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ રાશન કાર્ડને લઈને મોટા સમાચાર! હવે માત્ર આ લોકો બનાવી શકશે, 9 દસ્તાવેજોની પડશે જરૂર

રોકાણના તમામ પૈસા મળશે પરત
આ યોજનામાં તમે 10 વર્ષ માટે રોકાણ કરો છો. તેવામાં તમને 10 વર્ષ સુધી પેન્શન આપવામાં આવે છે અને ત્યારબાદ જે રકમ તમે રોકાણ કરી છે. તે તમને પરત આવી દેવામાં આવે છે. જો તમે 12 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો તમને 10 વર્ષ બાદ આ રકમ પરત આપી દેવામાં આવશે અને સાથે તમને દર મહિને પેન્શન તો મળે જ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More