Home> Business
Advertisement
Prev
Next

સેન્સેક્સ ટુડેઃ મજબૂત વૈશ્વિક સંકેતોથી સેન્સેક્સમાં 83 પોઈન્ટનો વધારો

બુધવારે શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. બજારના બંન્ને મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે બંધ થયા હતા. 
 

સેન્સેક્સ ટુડેઃ મજબૂત વૈશ્વિક સંકેતોથી સેન્સેક્સમાં 83 પોઈન્ટનો વધારો

મુંબઈઃ ભારતીય શેર બજાર માટે સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ ચઢાવ-ઉતાર ભર્યો રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં 200 પોઈન્ટની જેતી બાદ સેન્સેક્સે લીડ ગુમાવી દીધી હતી. દિવસના અંતે સેન્સેક્સ 83 પોઈન્ટના સામાન્ય વધારા સાથે 36 હજાર 564ના સ્તર પર બંધ થયો હતો. આ રીતે નિફ્ટી 24 પોઈન્ટના વધારા સાથે 10 હજાર 840ના સ્તર પર બંધ થઈ હતી. 

આ પહેલા મંગળવારે સેન્સેક્સમાં 642 પોઈન્ટનો ઘટાડો તો સોમવારે 260 પોઈન્ટનો ઘટાડો થયો હતો. આ રીતે નિફ્ટી મંગળવારે 186 અને સોમવારે 72 પોઈન્ટ તૂટી હતી. આ પ્રમાણે બે દિવસમાં સેન્સેક્સ 900 પોઈન્ટ અને નિફ્ટી 260 પોઈન્ટ નબળી પડી હતી. આ બે દિવસમાં ઘટાડાથી રોકાણકારોએ 2.72 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. 

દિવસના અંતે ટાટા સ્ટીલના શેર 4 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. તો વેદાંતાના શેરમાં 3 ટકાની તેજી જોવા મળી હતી. આ રીતે એસબીઆઈ 2.41 ટકા, ટેક મહિન્દ્રા 1.71 ટકા, બજાજ ફાઇનાન્સ 1.48 ટકા અને મહિન્દ્રામાં 1.39 ટકાનો વધારો થયો હતો. એનટીપીસી, પાવરગ્રિડ, એક્સિસ બેન્ક, રિલાયન્સ અને ટીસીએસના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. જ્યારે ઓએનસીજી, યસ બેન્ક અને એરટેલ સિવાય એચડીએફસી બેન્ક, સનફાર્મા અને મારૂતિ લાલ નિશાન પર બંધ થયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More