Home> Business
Advertisement
Prev
Next

ટિકટોકને પહેલાં ખરીદવાનો પ્રયત્ન કર્યો, હવે તોડવા માટે જુકરબર્ગે બનાવ્યું ગુપ્ત એકાઉન્ટ

ટિકટોક (TikTok) મોડલને તોડવા માટે કદાચ ફેસબુકના સહ સંસ્થાપક અને સીઇઓ માર્ક જુકરબર્ગનો ચીની શોર્ટ વીડીયો શેયરિંગ એપ ટિકટોક પર એક ગુપ્ત એકાઉન્ટ છે, જેના લીધે અમેરિકાથી માંડીને ભારત સુધી સોશિયલ નેટવર્કિંગની દિગ્ગજ કંપની ફેસબુક માટે આ માથાનો દુખાવો બની ગયું છે.

ટિકટોકને પહેલાં ખરીદવાનો પ્રયત્ન કર્યો, હવે તોડવા માટે જુકરબર્ગે બનાવ્યું ગુપ્ત એકાઉન્ટ

સૈન ફ્રાંસિસ્કો: ટિકટોક (TikTok) મોડલને તોડવા માટે કદાચ ફેસબુકના સહ સંસ્થાપક અને સીઇઓ માર્ક જુકરબર્ગનો ચીની શોર્ટ વીડીયો શેયરિંગ એપ ટિકટોક પર એક ગુપ્ત એકાઉન્ટ છે, જેના લીધે અમેરિકાથી માંડીને ભારત સુધી સોશિયલ નેટવર્કિંગની દિગ્ગજ કંપની ફેસબુક માટે આ માથાનો દુખાવો બની ગયું છે. બઝ ફિડ ન્યૂઝના અનુસાર એકાઉન્ટ હજુ સુધી વેરિયાઇ થયું નથી, પરંતુ 'એટ ધ રેટ ફિંક્ડ' હેન્ડલનો ઉપયોગ કરનાર આ એકાઉન્ટ જુકરબર્ગના બાકી સોશિયલ મીડિયાના એકાઉન્ટ ટ્વિટરની માફક છે.

5 વર્ષ નહિ પણ 25 વર્ષ માટે શિવસેનાનો મુખ્યમંત્રી હશે : સંજય રાઉત

એકપણ પોસ્ટ કર્યા વિના એકાઉન્ટના 4,055 ફોલોવર્સ છે. એકાઉન્ટ હાલમાં એરિયાના ગ્રાંડે અને સેલેના ગોમેઝ જેવી 61 હસ્તીઓને ફોલો કરે છે, પરંતુ ફોલો કરવાના મામલે મોટાભાગના સુપરસ્ટાર જેમ કે લોરેન ગ્રે અને જૈકબ સાટરેરિયસ સામેલ છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે 2016માં જુકરબર્ગે કેલિફોર્નિયામાં ફેસબુકે મેનલો પાર્ક મુખ્યાલયમાં મ્યૂઝિકલીના કોફાઉન્ડર એલેક્સ ખૂને આમંત્રિત કર્યા હતા, પરંતુ વાતચીત સફળ રહી ન હતી. 

22 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થશે Vivo U20, મળશે મોટી બેટરી

વર્ષ 2017માં મ્યૂઝિકલીને ચાઇનાની દિગ્ગજ કંપની બાઇટ ડાન્સે 80 કરોડ ડોલરની કિંમત આપીને ખરીદી લીધી અને પોતાની ડોઉયિન વીડિયો એપ સાથે મળીને તેને ટિકટોક નામ આપ્યું. હાલમાં વૈશ્વિક સ્તર પર ટિકટોકના 80 કરોડ યૂઝર્સ છે, જેમાંથી 20 કરોડ ફક્ત ભારતમાંથી છે. 

વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ, મેસેન્જર પર ચૂકવણી કરવા માટે 'ફેસબુક પે' લોન્ચ

ટિકટોકની પ્રસિદ્ધિ જોતાં ફેસબુકના સ્વામિત્વવાળા ઇંસ્ટાગ્રામે એક નવો વીડિયો-મ્યૂઝિક રિમિક્સ ફીચર 'રિલ્સ' લોન્ચ કર્યું. 'રિલ્સ'ની મદદથી યૂઝર્સ 15 સેકન્ડની મ્યૂઝિક ક્લિપ બનાવીને તેને સ્ટોરીના માધ્યમથી શેર કરી શકે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More