Home> Business
Advertisement
Prev
Next

Multibagger Stock: ₹15 સ્ટોકે બનાવ્યા કરોડપતિ, માત્ર 1 લાખના રોકાણના બની ગયા 1.20 કરોડ રૂપિયા

Multibagger Stocks: બિહાર મુખ્યાલયવાળી કંપની આદિત્ય વિઝન (Aditya Vision)એ પોતાના રોકાણકારોને લાખોપતિથી કરોડપતિ બનાવી દીધા છે. માત્ર સાત વર્ષમાં કંપનીના સ્ટોકે 12000 ટકા રિટર્ન આપ્યું છે. 
 

Multibagger Stock: ₹15 સ્ટોકે બનાવ્યા કરોડપતિ, માત્ર 1 લાખના રોકાણના બની ગયા 1.20 કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ શેર માર્કેટમાં (Share Market)તમે તમારા રોકાણથી કેટલા રિટર્નની આશા કરો છો? લગભગ 20%, 50% કે 100 ટકા. પરંતુ મલ્ટીબેગર સ્ટોક્સ (Multibagger Stock)માં તમને હજારો ટકાનું રિટર્ન મળી શકે છે. માર્કેટમાં એવા ઘણા શેર છે, જેણે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આવો એક શેર બિહાર મુખ્યાલયવાળી કંપની આદિત્ય વિઝન (Aditya Vision)નો છે. 

આદિત્ય વિઝને માત્ર 7 વર્ષમાં પોતાના રોકાણકારોને લખપતિથી કરોડપતિ બનાવી દીધા છે. આ દરમિયાન કંપનાના સ્ટોકે આશરે 12 હજાર ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 14 જુલાઈ 2023ના બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 1845.00 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. 

7 વર્ષમાં લખપતિથી કરોડપતિ
કંપનીએ આશરે 7 વર્ષ પહેલા શેરમાં કારોબાર શરૂ કર્યો હતો. તે સમયે એક શેરની પ્રભાવી કિંમત માત્ર 15.30 રૂપિયા હતી. ત્યારથી અત્યાર સુધી તેના શેરમાં આશરે 11,958.82 ટકાની બમ્પર તેજી આવી છે. તેનો મતલબ છે કે કોઈ ઈન્વેસ્ટરે આજથી 7 વર્ષ પહેલા કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને આજ સુધી ઈન્વેસ્ટમેન્ટ જાળવી રાખ્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયાની વેલ્યૂ આશરે 11,958.82 ટકા વધીને 1.20 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

આ પણ વાંચોઃ 31 જુલાઈ પહેલા ટેક્સપેયર્સ માટે નાણામંત્રીની મોટી જાહેરાત, જાણીને ખુશ થશે મિડલ ક્લાસ

1 વર્ષમાં 132 ટકા રિટર્ન
જો આ સ્કોટના ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા કેટલાક સમયમાં જોરદાર તેજી આવી છે. કંપનીના શેર છેલ્લા એક મહિનામાં 34.49 ટકા વધ્યા છે. તો જાન્યુઆરી 2023થી અત્યાર સુધી કંપનીના શેરમાં 19.98 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીએ ઈન્વેસ્ટરોને 132.05 ટકાનું રિટર્ન આપ્યું છે. 

શું કરે છે કંપની
આદિત્ય વિઝન આશરે 2220 કરોડ રૂપિયાના  માર્કેટકેપ વાળી કંપની છે. કંપની બિહાર અને ઝારખંડમાં કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ સામાનોનું વેચાણ કરે છે. 

(Disclaimer: અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારના રોકાણમાં જોખમ હોય છે. એટલે તમે તમારા એડવાઇઝરની સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More