Home> Business
Advertisement
Prev
Next

ઓટોઉદ્યોગમાં મંદીઃ 14 દિવસ માટે ઉત્પાદન બંધ કરશે મહિન્દ્રા

માગ અને ઉત્પાદન વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાના વિભિન્ન એકમોમાં ઉત્પાદન 8-14 દિવસ માટે બંધ કરશે. 

ઓટોઉદ્યોગમાં મંદીઃ 14 દિવસ માટે ઉત્પાદન બંધ કરશે મહિન્દ્રા

નવી દિલ્હીઃ ઘરેલૂ વાહન કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ચાલુ ક્વાર્ટરમાં પોતાના વિભિન્ન એકમોમાં 8-14 દિવસ માટે ઉત્પાદન બંધ કરશે. ઉત્પાદન અને માગ વચ્ચે સંતુલન સાધવા માટે કંપની આ પગલું ભરી રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેર બજારમાં મોકલેલી સૂચનામાં કહ્યું કે, કંપની પોતાના વાહન ક્ષેત્ર અને સંપૂર્ણ માલિકી વાળી પેટાકંપની મહિન્દ્રા વીઇકલ્સ મેન્યુફેક્ચર્સ લિ.ના વિભિન્ન એકમમાં ઉત્પાદન બંધ કરશે. 

ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વિભિન્ન એકમોમાં 8 થી 14 દિવસ માટે ઉત્પાદન બંધ કરવામાં આવશે. કંપનીએ ઉત્પાદન સ્થગિત કરવાની જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે ઉદ્યોગ વેચાણમાં ઘટાડાના સૌથી મોટા સમયમાં પસાર થઈ રહ્યો છે. 

એપ્રિલ-જુલાઈ દરમિયાન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઘરેલૂ વાહનનું વેચાણ 8 ટકા ઘટીને1,61,604 યૂનિટ રહી ગયું, જે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 1,75,329 યૂનિટ હતું. 

આ સમયગાળામાં નિકાસ સહિત કંપનીનું કુલ વેચાણ પણ આઠ ટકા ઘટીને 1,71,831 એકમ રહી ગયું, જે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 1,87,299 એકમ હતું. 

આ પહેલા ટાટા સ્ટીલના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર ટી.વી. નરેન્દ્રને ગુરુવારે કહ્યું કે, ઘરેલૂ વાહન ઉદ્યોગમાં મંદીની અસર સ્ટીલ ક્ષેત્ર પર પણ પડી છે. તેણે કહ્યું કે, દેશમાં સ્ટીલની માગ મોટા ભાગે નિર્માણ અને વાહન ક્ષેત્રના વધવા પર નિર્ભર રહે છે. 

વાંચો બિઝનેસના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More