Home> Business
Advertisement
Prev
Next

રસોઇ ગેસની સબસિડીને લઇને સરકારનો જોરદાર પ્લાન! જાણો હવે કેવી રીતે મળશે પૈસા

રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે ઘટાડો થયો છે. આ સાથે જ સરકાર સબસિડીને લઇને ગ્રાહકોને મોટી ખુશખબરી આપી શકે છે. અત્યારે ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાથી વધુ છે. એલપીજી સિલિન્ડર વધતી જતી મોંઘવારીને લઇને સરકારના વિચાર અત્યારે સામે આવ્યા નથી, પરંતુ સરકાર તેના પર કોઇ જોરદાર પ્લાન તૈયાર કરી રહી છે. 

રસોઇ ગેસની સબસિડીને લઇને સરકારનો જોરદાર પ્લાન! જાણો હવે કેવી રીતે મળશે પૈસા

LPG Subsidy Latest News: રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે ઘટાડો થયો છે. આ સાથે જ સરકાર સબસિડીને લઇને ગ્રાહકોને મોટી ખુશખબરી આપી શકે છે. અત્યારે ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાથી વધુ છે. એલપીજી સિલિન્ડર વધતી જતી મોંઘવારીને લઇને સરકારના વિચાર અત્યારે સામે આવ્યા નથી, પરંતુ સરકાર તેના પર કોઇ જોરદાર પ્લાન તૈયાર કરી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં તેના સંકેત મળી રહ્યા છે કે ગ્રાહક એક સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી આપવાની સ્થિતિમાં છે. સૂત્રોના અનુસાર એલપીજી સિલિન્ડરને લઇને સરકાર બે વલણ અપનાવી શકે છે. એક સરકાર સબસિડી વિનાના સિલિન્ડર સ્પ્લાય કરે અથવા કેટલાક સિલેક્ટેડ ગ્રાહકોને પણ સબસિડીનો લાભ આપવામાં આવે. જોકે અત્યારે નક્કી નિયમ હેઠળ લોકોને 200 રૂપિયા સબસિડી મળી રહી છે. 

Society Insurance: 56 રૂપિયામાં 210 કરોડનો વીમો, આ સોસાયટીના રહીશોએ ભર્યું આ પગલું

શું છે સરકારકારનો પ્લાન?
સબસિડી આપવા વિશે સરકાર તરફથી હજુ કંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ અત્યાર સુધી મળતી માહિતી અનુસાર 10 લાખ રૂપિયા ઇનકમના નિયમને જ લાગૂ રાખવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીને સબસિડીનો લાભ મળશે. તમને જણાવી દઇએ કે આગામી સમયમાં બાકી લોકો માટે સબસિડી ખતમ થઇ શકે છે. 

અત્યાર કોને મળી શકે છે સબસિડી?
અત્રે ઉલ્લેખનીય છે કે મે 2020 થી ઘણી જગ્યાએ સબસિડી બંધ હતી. જોકે આંતરરાષ્ટ્રીય બજારોમાં કોરોના મહામારી દરમિયાન ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારબાદ જ આ પગલું ભરવામાં આવ્યું. પરંતુ ત્યારબાદ વર્ષ 2021 ના અંત સુધી ઘણી જગ્યાઓ પર સબસિડી મળવાનું શરૂ થઇ ગઇ, અને હવે દેશમાં તમામ પાનાને સબસિડી મળી રહી છે. 

Video: પુત્રીના લગ્નમાં 'દિવંગત' પિતાએ આપી હાજરી, પુત્રીની આંખોમાંથી સરી પડ્યા હર્ષના આંસુ

સતત વધી રહી છે કિંમત
જોકે ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત સતત વધતી જ જાય છે. ગત વર્ષે એટલે કે 2021 થી જ ગેસ સિલિન્ડરની કિંમત સતત વધી રહી છે. રશિયા-યૂક્રેન યુદ્ધ બાદ વૈશ્વિક અવ્યવસ્થાના કારણે ગેસની કિંમતમાં વધારાના અણસાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More