Home> Business
Advertisement
Prev
Next

LPG સિલિન્ડર પર મોટા નિર્ણયની તૈયારી, એક વર્ષ સુધી 300 રૂપિયાની મળશે છૂટ

સરકાર આ યોજના હેઠળ મળનાર રસોઈ ગેસ સિલિન્ડર પર સબસિડીને 31 માર્ચ 2025 સુધી વધારી શકે છે. આ નિર્ણય બાદ દેશના 9 કરોડથી વધુ લાભાર્થીઓને ફાયદો થશે. 
 

LPG સિલિન્ડર પર મોટા નિર્ણયની તૈયારી, એક વર્ષ સુધી 300 રૂપિયાની મળશે છૂટ

PM Ujjwala Yojana: લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ખુશીના સમાચાર મળી શકે છે. સરકાર આ યોજના હેઠળ મળનાર રસોઈ ગેસ સિલિન્ડર પર સબસિડીને 31 માર્ચ 2025 સુધી વધારી શકે છે. આ નિર્ણયનો ફાયદો દેશના 9 કરોડથી વધુ લાભાર્થીઓને મળશે. 

શું છે રિપોર્ટ
મીડિયા રિપોર્ટ પ્રમાણે યોજના હેઠળ લાભાર્થીઓને 31 માર્ચ 2025 સુધી સબસિડી મળશે. સબસિડીને એક વર્ષ વધારવાથી સરકારે વધારાના 12000 કરોડનો ખર્ચ ઉઠાવવો પડી શકે છે. નોંધનીય છે કે સરકાર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપે છે. આ સબસિડીને કારણે દેશની રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 603 રૂપિયા છે. તો દિલ્હીમાં સામાન્ય ગ્રાહકો માટે સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. ગુજરાતમાં પણ યોજનાના લાભાર્થીને સિલિન્ડરમાં 300 રૂપિયાની સબસિડી મળે છે.

આ પણ વાંચોઃ 500થી ઓછાની બચત, મેચ્યોરિટી પર મળશે 1 કરોડ, આ સ્કીમ બનાવી દેશે તમને ધનવાન

પહેલા 200 રૂપિયા હતી સબસિડી
પાછલા વર્ષ સુધી આ યોજના હેઠળ લાભાર્થીઓને 200 રૂપિયાની સબસિડી મળતી હતી. પરંતુ ઓક્ટોબર 2023માં સબસિડીની રકમ 100 રૂપિયાથી વધારી 300 રૂપિયા કરી દેવામાં આવી હતી. ભારત સરકાર વર્તમાનમાં લાભાર્થીઓને એક વર્ષમાં 12 રિફિલ પર આ સબસિડી આપે છે. 

2016માં શરૂ થઈ હતી યોજના
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મે 2016માં શરૂ થઈ હતી. આ યોજના અંતર્હત ગરીબ પરિવારોની વયસ્ક મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવે છે. 31 ઓક્ટોબર 2023 સુધી 9.67 કરોડ એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પાછલા વર્ષે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2023-2024થી 2025-2026 સુધી ત્રણ વર્ષમાં 75 લાખ એલજીપી કનેક્શન જારી કરવા માટે યોજનાના વિસ્તારને મંજૂરી આપી હતી. આ 75 લાખ કનેક્શન ઈશ્યૂ થયા બાદ ઉજ્જલા લાભાર્થીઓની સંખ્યા 10.35 કરોડ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More