Home> Business
Advertisement
Prev
Next

લોન સેટલમેન્ટ કરાવવાનું વિચારતા હોવ તો થોભો! કરાવતા પહેલા આ બાબતો ખાસ જાણો, નહીં તો પસ્તાશો

જ્યારે અચાનક પૈસાની જરૂર પડે અને કોઈ રસ્તો ન સૂજે તો લોન લેવી એ મજબૂરી બની જતી હોય છે. પરંતુ ક્રેડિટ કાર્ડ અને ઈન્સ્ટન્ટ લોનની સુવિધાના કારણે હવે લોકો લોન લેતા ખચકાતા પણ નથી પરંતુ જો કરજનો બોજો વધી જાય અને પછી આર્થિક સ્થિતિ તમને સાથ ન આપે તો તેવી સ્થિતિ પણ તમારા માટે સારી ન કહેવાય.આવી સ્થિતિમાં લોકો વિચારવા લાગતા હોય છે કે બેંક લોન સેટલમેન્ટ કરી નાખવું જોઈએ.

લોન સેટલમેન્ટ કરાવવાનું વિચારતા હોવ તો થોભો! કરાવતા પહેલા આ બાબતો ખાસ જાણો, નહીં તો પસ્તાશો

જ્યારે અચાનક પૈસાની જરૂર પડે અને કોઈ રસ્તો ન સૂજે તો લોન લેવી એ મજબૂરી બની જતી હોય છે. પરંતુ ક્રેડિટ કાર્ડ અને ઈન્સ્ટન્ટ લોનની સુવિધાના કારણે હવે લોકો લોન લેતા ખચકાતા પણ નથી પરંતુ જો કરજનો બોજો વધી જાય અને પછી આર્થિક સ્થિતિ તમને સાથ ન આપે તો તેવી સ્થિતિ પણ તમારા માટે સારી ન કહેવાય.આવી સ્થિતિમાં લોકો વિચારવા લાગતા હોય છે કે બેંક લોન સેટલમેન્ટ કરી નાખવું જોઈએ. પરંતુ આ ચક્કરમાં તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે. લોન સેટલમેન્ટ એટલે શું છે અને તેની તમારા ક્રેડિટ સ્કોર પર શું અસર પડી શકે છે તે તમારે જાણવું ખુબ જરૂરી છે. 

લોન સેટલમેન્ટ શું હોય છે?
જો તમે કોઈ લોન લીધી છે અને કોઈ કારણવશ તમે તેને ઓરિજિનલ નિયમો અને શરતો મુજબ ચૂકી શકતા નથી. તો તમે તમારા બેંક કે લેન્ડરને કહી શકો છો કે તેઓ તમને કોઈ વિકલ્પ આપે. તમારી બેંક તમને તમારું લોન એકાઉન્ટ સેટલ કરવા માટે વન ટાઈમ પેમેન્ટ કરવાનો વિકલ્પ આપશે. તમારા ઉપર જેટલું પણ આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ હશે એટલે કે જેટલું કરજ ચૂકવવાનું હશે તે અમાઉન્ટ તેના કરતા ઓછી હોવી જોઈએ. તમે એ અમાઉન્ટ ભરીને તમારી લોન ચૂકવી શકો છો. તમારા આ લોન એકાઉન્ટને 'Settled Debt' તરીકે દેખાડવામાં આવશે. ધ્યાન આપજો...આ  ક્લોઝ્ડ એકાઉન્ટ નથી હોતું, સેટલ્ડ એકાઉન્ટ હોય છે. 

ક્રેડિટ સ્કોર પર શું અસર પડે
અનેક લોકો એ જાણતા નથી કે લોન સેટલમેન્ટની તેમના ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે. તમારા  લોન એકાઉન્ટ પર લોન સેટલમેન્ટનો ટેગ આગળના સમયમાં તમને લોન મેળવવામાં મુશ્કેલીઓ સર્જી શકે છે. જો તમે લોન સેટલમેન્ટનો રસ્તો અપનાવી રહ્યા હોવ તો તમારે નેગેટિવ ઈમ્પેક્ટ માટે પણ તૈયાર રહેવું જોઈએ. તમને કોમ્પિટેટિવ ઈન્ટરેસ્ટ રેટ પર લોન મળશે નહીં. ક્રેડિટ કાર્ડ  લેવા માંગતા હોવ તો બની શકે કે તમને તમારી જરૂરિયાતથી ઓછી ક્રેડિટ લિમિટ પર સમાધાન કરવું પડે. 

Settled Debt નો ટેગ ચોંટેલો રહેશે
તમારા સેટલ્ડ લોનનો ટેગ તમારા સિબિલ ક્રેડિટ રિપોર્ટમાં આગામી સાત વર્ષ સુધી ચોંટેલો રહેશે. આ વર્ષોમાં તમે જ્યારે પણ લોન, ક્રેડિટ કાર્ડ કે લોનના કોઈ બીજા માધ્યમથી અપ્લાય કરશો તો લેન્ડર તમારા લોન સેટલમેન્ટના સ્ટેટસને ધ્યાનમાં રાખીને જ લોન મંજૂરી પર નિર્ણય લેશે. આ સ્ટેટસનો અર્થ એ હશે કે તમે ગત લોન ચૂકવી શક્યા નહતા અને તમે રિસ્કી  બોરોઅર હોઈ શકો છો. એટલે કે બેંકના પૈસા ડૂબી શકે છે. 

શું રિપોર્ટથી હટાવી શકાય Settled Debt નો ટેગ?
જો તમે તમારા સિબિલ ક્રેડિટ રિપોર્ટથી લોન સેટલમેન્ટનો ટેગ હટાવવા માંગતા હોવ અને તમારો ક્રેડિટ સ્કોર સુધારવા માંગતા હોવ તો તમે તમારા લેન્ડરને તમારું બાકી કરજ ચૂકવી શકો છો. તમે તમારા લેન્ડરને કહી શકો છો કે તેઓ તમને 'No Dues Certificate' આપી દે. લેન્ડર તરફથી તેને ક્રેડિટ બ્યૂરોને રિપોર્ટ કરી દેવામાં આવશે અને તેનાથી તમારો ક્રેડિટ સ્કોર પણ સારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More