Home> Business
Advertisement
Prev
Next

LICએ દિલ્હી હાઇ કોર્ટને કહ્યું, વર્ષ 2000થી બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ

એલઆઇસીએ કહ્યું કે તેમની પોતાની બેન્ક હોય તે માટે તેમણે ઘણા પ્રયત્ન કર્યા છે, પરંતુ તેમના આ પ્રયાસો સફળ થયા નથી.

LICએ દિલ્હી હાઇ કોર્ટને કહ્યું, વર્ષ 2000થી બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ

નવી દિલ્હી: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)એ મંગળવારે દિલ્હી હાઇ કોર્ટમાં કહ્યું હતું કે, આઇડીબીઆઇ બેન્કમાં 51 ટકાની ભાગીદારી કરવા માંગે છે. વીમા કંપનીએ કહ્યું કે તેઓ વર્ષ 2000થી બેન્કિંગ સિસ્ટમ શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છે. એલઆઇસીએ હાઇ કોર્ટના જજ વિભૂ બાખરૂને જણાવ્યું હતું કે તેમની પોતાની બેન્ક હોય તે માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ તેમના આ પ્રયાસો સફળ થયા નથી.

એલઆઇસી તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે કંપનીએ બેન્કિંગ લાયસન્સ માટે આવેદન પણ આપ્યું હતું. કોર્ટે એલઆઇસીને પૂછ્યું કે આ રોકાણના કારણે જો નુકસાન થાય છે, તો તેમની પોલિસીઓ અંર્તગત ગ્રાહકોને બોનસ કેવી રીતે આપી શકશે અને સાથે કોર્ટે એ પણ પૂછ્યું કે શું કેન્દ્ર સરકાર ફાયદો થવાની ગેરેન્ટી આપી રહ્યું છે.

એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું હતું કે એલઆઇસીના પોલિસીધારકોને નુકસાનને લઇ ચિંતા કરવાની જરૂર નથી કેમકે સરકાર તેમના દાવો-રોકાણનું ધ્યાન રખશે.

વધુમાં કોર્ટે પૂછ્યું હતું કે, બોનસ જાહેર કરવા માટે તમારે કેટલો ફાયદો થયો તે જાહેર કરવો પડશે. શું સરકાર તમને ફાયદો થવાની ગેરેન્ટી માટે વચન આપી રહી છે? તે સાથે કોર્ટે આ કેસની સુનાવણી 12 સ્પ્ટેમ્બરે કરવાનું નક્કી કર્યું છે.

આ મુદ્દે ઓલ ઇન્ડિયા આઇડીબીઆઇ ઓફિસર્સ એસોસિયેસનની તરફથી એડવોકેટ પ્રશાંત ભૂષણ હાજર રહ્યા હતા. એસોસિયેસને આઇડીબીઆઇ બેન્કમાં એલઆઇસી દ્વારા 51 ટકા હિસ્સાના સંપાદનને પડકાર્યો છે.
(ઇનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More