Home> Business
Advertisement
Prev
Next

ShareChat ની ફરી એકવાર છટણી, 600 કર્મચારીઓને નોકરીમાંથી ઘરભેગા કરી દીધા

ShareChat Layoffs News: ભારતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે ફરી એકવાર છટણી કરી છે. અગાઉ, તેના ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મને બંધ કરીને 5 ટકા કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. હવે ફરી એકવાર છટણીની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે 600 જેટલા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.

ShareChat ની ફરી એકવાર છટણી, 600 કર્મચારીઓને નોકરીમાંથી ઘરભેગા કરી દીધા

ShareChat Layoffs News: ભારતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે ફરી એકવાર છટણી કરી છે. અગાઉ, તેના ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મને બંધ કરીને 5 ટકા કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. હવે ફરી એકવાર છટણીની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે 600 જેટલા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ છટણીમાં એવા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ નોન-પર્ફોર્મર હતા. કંપનીના CEOએ ટાઉનહોલ રાખ્યો છે જેમાં ભવિષ્યમાં વધુ આકરા નિર્ણયો લેવામાં આવે તેવી આશંકા છે.

શેરચેટ અને મોજ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિકી ધરાવતી મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ  કંપનીએ તેના કર્મચારીઓમાં 20 ટકાનો ઘટાડો કર્યો છે. મતલબ કે કંપનીએ 600 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. હાલમાં ક્યા વિભાગમાં આ છટણી કરવામાં આવી છે તે સ્પષ્ટ નથી. ગયા મહિને પણ મોહલ્લા ટેકે ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ Jeet11ને બંધ કરતી વખતે 100 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.

ShareChat : 'મુશ્કેલ અને પીડાદાયક નિર્ણય'
છટણીની પુષ્ટિ કરતા, શેરચેટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે એક કંપની તરીકે અમારા ઇતિહાસમાં કેટલાક સૌથી મુશ્કેલ અને પીડાદાયક નિર્ણયો લેવા પડ્યા છે અને અમારા અવિશ્વસનીય પ્રતિભાશાળી કર્મચારીઓના આશરે 20 ટકાને છોડી દેવા પડ્યા છે. આ સ્ટાર્ટઅપ પ્રવાસમાં તેઓ અમારી સાથે હતા. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે કર્મચારીઓના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવામાં આવ્યો છે.

બુલેટ ટ્રેન : મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટે ગતિ પકડી, અહીં 48 કિલોમીટર જમીનથી ઉપર દોડશે

બે જૂદા ધર્મના લોકો હિન્દુ લગ્ન કાયદા મુજબ લગ્ન કરે તો અમાન્ય, વિદેશી સાથે ભૂલથી પણ.

ભાજપ ૨૦૧૯ની જેમ સરળતાથી નહીં જીતે; આ નેતાની આગાહી, BJP ની ૨૦૨૪માં ૫૦ બેઠકો ઘટશે

કર્મચારીઓને આ લાભો મળશે
શેરચેટનું માનવું છે કે બજારને જોતા આ વર્ષે રોકાણ કરવામાં ખૂબ જ સાવધાની રાખવી પડશે. કંપની લાઇવ સ્ટ્રીમિંગ અને જાહેરાત દ્વારા કમાણી બમણી કરવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, બરતરફ કરાયેલા કર્મચારીઓને તેમના નોટિસ પિરિયડનો સંપૂર્ણ પગાર, કંપની સાથે સંકળાયેલા દરેક વર્ષ માટે બે અઠવાડિયાનો પગાર અને ડિસેમ્બર 2022 સુધી વેરિએબલ પેની 100% ચુકવણી મળશે. આ સિવાય બાકીની રજાઓના બદલામાં 45 દિવસ સુધીનું પેમેન્ટ પણ આપવામાં આવશે.

2015 માં શરૂઆત થઈ હતી
શેરચેટ એ ભારતમાં સૌથી લોકપ્રિય સ્થાનિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ભારતમાં તેના માસિક સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા 400 મિલિયન છે. 2015માં અંકુશ સચદેવા, ભાનુ પ્રતાપ સિંહ અને ફરીદ અહસાને સાથે મળીને આ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. શેરચેટ ઉપરાંત, કંપની Moj પ્લેટફોર્મ પણ ચલાવે છે, જે વપરાશકર્તાઓમાં ખૂબ લોકપ્રિય છે.

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More