Home> Business
Advertisement
Prev
Next

સોનાના ભાવમાં વધારો, ચાંદીની કિંમતમાં પણ ઉછાળો, જાણો નવો રેટ


 રૂપિયામાં ઘટાડો તથા સકારાત્મક વૈશ્વિક વલણ વચ્ચે મંગળવારે દિલ્હી સોની બજારમાં સોનું 422 રૂપિયાના વધારા સાથે 53,019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. 
 

સોનાના ભાવમાં વધારો, ચાંદીની કિંમતમાં પણ ઉછાળો, જાણો નવો રેટ

નવી દિલ્હીઃ રૂપિયામાં ઘટાડો તથા સકારાત્મક વૈશ્વિક વલણ વચ્ચે મંગળવારે દિલ્હી સોની બજારમાં સોનું 422 રૂપિયાના વધારા સાથે 53,019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. પાછલા કારોબારી સત્રમાં સોનું 52,597 રૂપિયા પર બંધ થયું હતું. સોનાની જેમ ચાંદીમાં પણ લેવાલી જોવા મળી હતી. ચાંદી 1013 રૂપિયાના ઉછાળા સાથે 70,743 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે. પાછલા કારોબારી સત્રમાં   69,730 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 

આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ
એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષકે કહ્યું કે, દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 422 રૂપિયાનો વધારો થયો. રૂપિયામાં નબળાઈનું વલણ તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં ઝડપથી અને તે પણ સોનામાં ધારણા મજબૂત રહી. આજે ડોલર સામે રૂપિયા 16 પૈસા તૂટીને 73.64 પૈસા પ્રતિ ડોલર બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધારા સાથે 1963 ડોલર પ્રતિ ઔંસ હતું. તો ચાંદી 27.31 ડોલર પ્રતિ ઔંસ પર હતું. 

ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર!, ADB ના રિપોર્ટથી થયો ખુલાસો

હાજર માગને કારણે સોનાના વાયદામાં તેજી
હાજર માગને કારણે વાયદા બજારમાં નવા સોદા થવાને કારણે સોનું મંગળવારે વાયદા બજારમાં 323 રૂપિયા વધીને 52010 રૂપિયા 10 ગ્રામ થઈ ગયું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબરની ડિલીવરી માટે સોનાનો કરાર 323 રૂપિયા એટલે કે 0.62 ટકાના વધારા સાથે 52010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. તેમાં 11367 લોટનો કારોબાર થયો હતો. વિશ્લેષકોએ કહ્યું કે, તાજા સોદા થવાને કારણે કિંમતોમાં તેજી રહી હતી. આ વચ્ચે ન્યૂયોર્કમાં સોનાની કિંમત 0.43 ટકા વધીને 1,972.20 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. 

હાજર માદ વધવાને કારણે ચાંદીના વાયદામાં તેજી
હાજર માંગ વધવાને કારણે સહભાગીઓના નવા સોદાને કારણે મંગળવારે વાયદા બજારમાં ચાંદીનો ભાવ 392 રૂપિયા વધીને 69,357  રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બરમાં ડિલિવર થનારી ચાંદીનો ભાવ 392 રૂપિયા વધીને  69,357 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો. વિશ્લેષકોએ કહ્યું નવા સોદા થવાને કારણે ચાંદીમાં તેજી જોવા મળી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More